સરપંચના દીકરી ડોક્ટર મિરાલ એમ. બાદીએ ભેટ આપી
વાંકાનેર: કાનપર ગામના સરપંચશ્રી બાદી અસ્માબેન મહેબુબભાઇના દીકરી ડોક્ટર મિરાલબેન એમ. એ પોતાનો જન્મદિવસ જુદી જ રીતે ઉજવ્યો. શાળા સમય બાદ સહ પરિવાર સાથે શાળાએ આવી પોતાના જન્મદિવસે શાળાના બાળકો માટે કીમતી સ્પોટ કીટ તથા સાયકસ પામના છોડની શાળાને ભેટ આપી. તમામ બાળકોને ચોકલેટ વિતરણ કરી…
શિક્ષિત સરપંચ પરિવાર શાળાના વિકાસમાં વારંવાર ખૂબ સપોર્ટ કરે છે, પણ આજે પોતાના જન્મદિવસે શાળાના બાળકો સ્પોર્ટમાં આગળ વધે અને પર્યાવરણનું સંવર્ધન બાળકો જાતે કરતા શીખે એ બંને હેતુને ધ્યાનમાં લઇ આ પરિવારે જન્મદિવસના દિવસે શાળાના બાળકો વચ્ચે હાજરી આપી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. અને પોતાનો જન્મદિવસ સાવ અનોખી રીતે ઉજવ્યો હતો. આમ જન્મદિવસની ઉજવણીની સાથે સાથે શિક્ષણ અને પર્યાવરણનું જતન કરવાનો ઉત્તમ વિચાર તમામ બાળકો સુધી અને શાળા પરિવાર સુધી પહોંચાડ્યો હતો…
ગામના દરેક લોકો જન્મદિવસે અન્ય રીતે ખર્ચા ન કરતા શિક્ષણ અને પર્યાવરણ પાછળ થોડો એવો ખર્ચ કરે તો આગળના દિવસોમાં શિક્ષણ અને પર્યાવરણનું મોટું જતન કરી શકાય એવો ઉત્તમ વિચાર આ પરિવારે પોતાની પ્રવૃત્તિથી વ્યક્ત કર્યો છે. આ તકે સમગ્ર શાળા પરિવાર અને એસ.એમ.સી. સભ્યો આપનો આભાર વ્યક્ત કરે છે…