વાંકાનેર: ગઈ કાલે ધરોડિયા શામજીભાઈ નાનજીભાઈની પુણ્યતિથિ નિમિત્તે, ધરોડિયા સંજયભાઈ શંકરભાઈ તરફથી શ્રી પલાંસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના લાભાર્થે કુલ ૨૫૧ સ્ટીલની ડીશ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી…
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સંજયભાઈ શંકરભાઈ ધરોડિયાનો શાળા પરિવાર દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આચાર્યશ્રી દીપકભાઈ જાદવે સંજયભાઈ અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલ આ ઉમદા કાર્યની પ્રશંસા કરી હતી…
ધરોડિયા સંજયભાઈ શંકરભાઈએ જણાવ્યું હતું કે તેમના દાદાજીની સ્મૃતિમાં આ નાનકડું યોગદાન આપવાનો તેમને આનંદ છે અને તેઓ ભવિષ્યમાં પણ શાળાને સહયોગ આપવા તત્પર રહેશે. આ કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો હતો…