કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

યુનિવર્સિટી લેવલે યોગની સ્પર્ધામાં દોશી કૉલેજનો સુંદર દેખાવ

વાંકાનેરની ભાઈઓની અને બહેનોની બંનેની ટીમો ચેમ્પિયન થઈ

વાંકાનેર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા તા.૧૭/૯/૨૪ ને મંગળવારનાં રોજ રાજકોટ મુકામે રાખવામાં આવી હતી. જેમાં ડૉ. વાય. એ. ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ વાંકાનેરની શ્રી દોશી કૉલેજની ભાઈઓની ટીમ ચેમ્પિયન થઈ તેમજ બહેનોની ટીમ પણ ચેમ્પિયન બની છે. તેમજ શ્રી દોશી કૉલેજ ના ૪ (ચાર) ભાઈઓ અને ૨ (બે) બહેનો આમ કુલ ૬ (છ) વિદ્યાર્થીઓ નેશનલ લેવલ પર ઓડીસા ભુવનેશ્વર મુકામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે. જેમના નામ નીચે મુજબ છે…

ભાઈઓમાં (1) યાદવ મિલનકુમાર રાજુભાઈ જેવોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ. (2) સરવૈયા આનંદ કનૈયાભાઈ જેવોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ. (3) વસાણીયા તુષાર દીપકભાઈ (વાંકાનેર) જેવોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ (4) ગોસ્વામી મેહુલવન અમરવન (નેશનલની લેવલનું ટીમમાં પસંદગી )
બહેનોમાં (1) ખખ્ખર મહેક અજયભાઈ (વાંકાનેર) જેવોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ (2) ડાભી અસ્મિતા (નેશનલની ટીમમાં પસંદગી)
આ બાબત વાંકાનેર અને શ્રી દોશી કૉલેજ માટે ખુબ જ ગૌરવસમી ઘટના છે. બધા જ ખેલાડીઓને અને રમત ગમતના અધ્યાપક ડૉ. વાય.એ.ચાવડા સાહેબને આ સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કૉલેજ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
ચેમ્પિયન થયેલા વિદ્યાર્થી ભાઈઓ
1. યાદવ મિલનકુમાર રાજુભાઈ (વાંકાનેર)
2. સરવૈયા આનંદ કનૈયાભાઈ (જોધપર)
3. વસાણીયા તુષાર દીપકભાઈ (વાંકાનેર)
4. ગોસ્વામી મેહુલવન અમરવન (નવા વઘાસિયા)
5. સાપરા કૌશિક ગોપાલભાઈ (વાંકાનેર)
6. ડાભી સુરેશ મનસુખભાઈ (વરડુસર)
ચેમ્પિયન થયેલા વિદ્યાર્થી બહેનો
1. ધુલેટીયા કિરણ કિશોરભાઈ (ગારીયા)
2. ખખ્ખર મહેક અજયભાઈ (વાંકાનેર)
3. પરમાર કોમલ ગોરધનભાઈ (તીથવા)
4. ડાભી અસ્મિતા અશોકભાઈ (ગારીયા)
5. મુંધવા પાયલ રૂડાભાઈ (ખેરવા)
6. થુલેટિયા રેણુકા ભુપતભાઈ (ગારિયા)

Content Copying Forbidden !!

error: Content is protected !!