કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દોશી કોલેજ દ્વારા પોલીસ ભરતી માટે સેમિનાર યોજાયો

વાંકાનેર: અહીંની દોશી કોલેજ દ્વારા તાજેતરમાં પોલીસ ભરતી માટે કોલેજમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓએ શારીરિક કસોટી પાસ કરી હોય, તેવા ૩૨ વિધાર્થીઓ માટે પરિક્ષા લક્ષી માર્ગદર્શન માટે ખાસ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પ્રિન્સિપાલ ડૉ. વાય. એમ. ચુડાસમા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમજ પ્રોગ્રામનું સંચાલન ડૉ. અર્ચનાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું…

મુખ્ય માર્ગદર્શક તરીકે ડૉ. એચ. એમ. ચંદારાણા સાહેબે પોલીસ પરીક્ષાના માળખા વિશે તેમજ પરીક્ષાની તૈયારી કરતી વખતે કઈ નાની નાની બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ તે અંગે તેમજ ડૉ. શૈલેષભાઈ લાવડીયા દ્વારા પરીક્ષામાં મૂંઝવતા પ્રશ્નો અને ઇતિહાસને લગતા પ્રશ્નોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારની જહેમત ડૉ. યોગેશ ચાવડા દ્વારા ઉઠાવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!