એક જ પરિવારના ત્રીજા સભ્યે પીએચડી કરી ઇતિહાસ સર્જ્યો
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આવેલ સહયોગ વિદ્યાલયના સંચાલક શકિલએહમદ બાદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાંથી એજ્યુકેશન વિષયમાં “મોરાલિટી ઓફ પ્રાઈમરી સ્કૂલ ટીચર્સ ફોર મોરબી ડિસ્ટ્રિકટ” વિષય પર પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. આ સાથે તેઓને આ સંશોધન દરમ્યાન યુ.જી.સી. દ્વારા મૌલાના આઝાદ નેશનલ ફેલોશીપ પણ મેળવેલ છે. જે કેવળ સંશોધન કરનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને મળનારી ફેલોશિપ છે. તેઓએ તેમનો મહાશોધ નિબંધ આર. ડી. ગારડી કોલેજ, ધ્રોલના પ્રોફેસર ડૉ. મુકેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. જેમનો વાઈવા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરના પ્રો. ડૉ. રણજિતસિંહ પવાર સાહેબ દ્વારા લેવામાં આવ્યો હતો…
અત્રે ઉલ્લેખનીય છે કે ડો. શકીલએહમદ બાદીના પિતા પ્રખર ગાંધીવાદી ડૉ. હાજીભાઈ બાદીએ પણ હિન્દી વિષયમાં પીએચ.ડી કરેલ હોય સાથે વાંકાનેર વિસ્તારમાં તેમણે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સેવા પણ તેમણે પ્રદાન કયેલ છે. આ સાથે જ તેઓ લોકભારતી સણોસરાના નિવૃત્ત પ્રોફેસર છે. તથા તેમના મોટાભાઈ ડૉ. મોહંમદભાઈ બાદીએ પણ શારીરિક શિક્ષણ વિષયમાં પીએચ.ડી ની પદવી પ્રાપ્ત કરેલ છે અને તેઓને પણ મૌલાના આઝાદ નેશનલ ફેલોશીપ પ્રાપ્ત થઈ હતી. જે હાલમાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાદરામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. આમ એક પરિવારમાં વિવિધ વિષયો પર ત્રણ સભ્યો પીએચ.ડી. થયા હોય તેવી વાંકાનેરની આ વિરલ ઘટના છે. આ ઉપરાંત શકિલએહમદે જી.ટી.યુ. માંથી મિકેનિકલ એન્જિનિયર પણ પૂર્ણ કરેલ છે…
આ પ્રસંગે સહયોગ વિદ્યાલય પરિવારના મેનેજમેન્ટ તથા સમગ્ર સ્ટાફના સભ્યો તથા શુભેચ્છકો તેમણે હાર્દિક અભિનંદન પાઠવે છે. તથા તેઓ તેમની આ અદ્વિતીય સિદ્ધિ પાછળ પીઠ બળ તરીકે રહેલ પોતાના માર્ગદર્શક ડૉ. મુકેશભાઈ ટંડેલ તથા કુટુંબીજનો, મિત્રો તથા નામી અનામી સર્વેનો આભાર વ્યક્ત કરે છે….
કમલ સુવાસ તરફથી અભિનંદન
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો