ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નમૂનાઓ ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા
વાંકાનેર: મોરબી ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા છ મહિનામાં વિવિધ ખાણીપીણીના ધંધાર્થીઓ પાસેથી તેમની પ્રોડક્ટના નમૂનાઓ ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૧ જેટલા નમુનામાં ભેળસેળ ખુલતા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને અગાઉ નાપસ થયેલ નમુનાના કેસોમાં અંદાજે કુલ રૂા.૩ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ખોરાક અને ઔષધ નીયમન તંત્ર-મોરબી દ્વારા છેલ્લા ૬ મહીનામાં દુધની બનાવટના ૪ નમુના, નમકીનના ૨૧ નમુના, તેલના ૧૧ નમૂના, અનાજ કઠોડના ૬ નમુના, બેકરી પ્રોડક્ટના ૫ નમુના, મસાલાના ૨૦ નમુના, તૈયાર ખોરાકના ૧૩ નમુના, પીપરમેન્ટના ૭ નમુના, મિઠાઈના ૭ નમુના, આઈસ ક્રીમના ૫ નમુના, પનીરના ૪ નમુના, પેકેજ ડ્રીંકીંગ વોટરના ૪ નમુના, ઘીના ૭ નમુના, કેરીના રસના ૩ નમુના એમ દરેક કેટેગરીને અનુરૂપ નમુનાની કામગીરી કરેલ છે, તે પૈકી પનીર, મસાલા, ચટણી, ઘી અને કેરીનો રસના નમુનામાં ભેળસેળ જોવા મળેલ હતી જેના પર કાયદાકીય કાર્યવાહી કરવામા આવશે તેમજ અગાઉ નાપસ થયેલ નમુનામા જેવા કે, નમકીન, સોલ્ટ, પનીર, ગોળ, હીંગ, પેકેજ ડ્રીંકીંગ વોટરના કેસોમાં અંદાજે કુલ રૂા.૩,૦૦,૦૦૦નો દંડ કરવામાં આવેલ છે.
જેમાં એક ડેરી – વાંકાનેર, એક્વા-ડી પેકેજ્ડ પીવાનું પાણી, સતનામ પીણાં – વાંકાનેર અને ડબલ્યુ-લાઇટ પેકેજ્ડ પીવાનું પાણી, ફૌજી પીણાં – વાંકાનેરને બધા મળીને રૂ.૩ લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.