કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કપચી ભરેલું ડમ્પર રોડ ઉપર પલટી ગયું !

રાતના 9 વાગ્યા સુધી ભારે વાહનોની પ્રવેશબંધી માત્ર કાગળ ઉપર!

વાંકાનેર શહેરની અંદર જીનપરા મેઇન રોડ ઉપરથી કપચી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર તે ડમ્પર રસ્તા ઉપર પલટી મારી ગયું હતું સદનસીબે ત્યારે કોઈ વ્યક્તિ ત્યાં હાજર ન હોવાથી કોઈ જીવલેણ અકસ્માત સર્જાયો નથી જોકે એક સાયકલ અને બાઈક

કપચી નીચે દબાઈ ગયા હોવાની માહિતી સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહી છે અને શહેરમાં વાહનોની પ્રવેશબંધી હોવા છતાં પણ સવા આઠ વાગ્યાના અરસામાં ડમ્પર વાંકાનેર શહેરમાં કેવી રીતે આવ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે. દરેક વિસ્તારની અંદર ડમ્પરો બેફામ ગતિએ

દોડી રહ્યા છે અને અવારનવાર રસ્તા ઉપર રાહદારી વ્યક્તિ તથા વાહન ચાલકોને હડફેટે લઈને જીવલેણ અકસ્માત સર્જતા હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં શહેરી વિસ્તારની અંદર કોઈ અકસ્માત કે દુર્ઘટના ડમ્પર કે ભારે વાહનના કારણે ન સર્જાય તે માટે થઈને

સવારના 9 થી રાતના 9 સુધી ભારે વાહનોની પ્રવેશબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે પરંતુ તેની અમલવારી ચુસ્તપણે કરાવવામાં આવતી નથી જેથી કરીને દિવસ દરમિયાન ભારે વાહનો શહેરી વિસ્તારમાં પ્રવેશતા હોય તેવું જોવા મળતી હોય છે તેવામાં વાંકાનેરમાં

આજે રાત્રિના સવા આઠ વાગ્યાના અરસામાં ડમ્પર ચાલક કપચી ભરીને નીકળ્યો હતો અને તેનું ડમ્પર રસ્તા ઉપર પલટી મારી ગયું હતું
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના જીનપરા મેઈન રોડ ઉપર આવેલ ભમરીયા કુવા પાસેથી કપચી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું

ત્યારે રસ્તા ઉપર કોઈ કારણસર તે ડમ્પર પલટી મારી ગયું હતું અને ડમ્પરમાં ભરેલ કપચી રસ્તા ઉપર ઢોળાઈ હતી ત્યારે ત્યાં પાર્ક કરીને મુકેલા બાઈક અને સાઈકલ તેની નીચે દબાઈ ગયા હતા જો કે, સદનસીબે કોઈ વ્યક્તિ તે ઘટના સ્થળે હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ આ અકસ્માતના બનાવમાં ડમ્પરના ચાલકને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે રાતના 9 વાગ્યા સુધી ભારે વાહનોની પ્રવેશબંધી હતી તેમ છતાં ડમ્પર સિટી વિસ્તારમાં કેવી રીતે આવ્યું તે તપાસનો વિષય છે

Content Copying Forbidden !!

error: Content is protected !!