કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઈદ-એ-મિલાદની મુસ્લિમ બિરાદરોએ ઉજવણી કરી

વાંકાનેર: ગઈ કાલે ઈદ-એ-મિલાદ તહેવારની સમગ્ર વાંકાનેર તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરના ગ્રામ વિસ્તારોમાં સવારે અને વાંકાનેર શહેર ખાતે બપોર બાદ શહેરના રાજમાર્ગો પર વિશાળ ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા…

ઇદ-એ-મિલાદ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા અલ્લાહની બંદગી સાથે પયગંબર સાહેબના જન્મ દિવસની ખુશી મનાવવામાં આવે છે, જેમાં ગઈ કાલે વાંકાનેર વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ વિશાળ જુલૂસ, સવારે મસ્જિદોમાં પયગંબર સાહેબના બાલ મુબારક દર્શન, ગામે ગામ મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરો અને મસ્જિદોને શણગાર, કુરાનની તિલાવત, ગરીબોને દાન, ન્યાઝ, તકરીર સહિતના કાર્યક્રમો થકી ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી કરી હતી….

Content Copying Forbidden !!

error: Content is protected !!