કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

વરડુસરની વાડીમાં જુગાર બાબતે આઠ જણા પકડાયા

કુલ રૂ. ૩,૮૧,૦૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરતું પોલીસ ખાતું

વાંકાનેર: તાલુકાના વરડુસર ગામની વાડીમાં જુગાર બાબતે કુલ આઠ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે….

જાણવા મળ્યા મુજબ આરોપી નાથાભાઈ લખમણભાઈ ડોડીયા રહે. રાજકોટ, હાલ વરડુસર તા. વાંકાને૨ વાળા વરડુસર ગામની ખડીયા નામની સીમમાં સરકારી નર્સરીની પાછળ આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીના મકાનમાં બીજા માળે બહારથી અન્ય માણસો આરોપી નં-(૨) થી (૮) ને બોલાવી

જુગાર રમવાના સાધનો/સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનો રોનનો જુગાર રમી/રમાડતા રેઇડ દરમ્યાન રોકડ રૂ.૯૭,૦૨૦/- તેમજ મોબાઈલ ફોન નંગ-૦૮ કિ રૂ. ૨૪,૦૦૦/- તથા કબ્જે કરેલ ચારેય વાહનોની કિ રૂ. ૨,૬૦,૦૦૦/- ગણી તમામ મુદામાલની કુલ કિ રૂ. ૩,૮૧,૦૨૦/- ના મુદ્દામાલ સાથે તમામ આરોપીઓ રેઈડ દરમ્યાન હાજર મળી આવતા ગુન્હો જુ.ધા કલમ ૪-૫ મુજબ નોંધાયો છે આરોપીઓના નામ નીચે મુજબ છે….
(1) નાથાભાઈ લખમણભાઈ ડોડીયા (ઉ.61) રહે. મુળ સિલ્વર નેસ્ટ સોસાયટી શેરી નંબર પાંચ સંત કબીર રોડ રાજકોટ હાલ વરડુસર
(2) હમીરભાઈ ગોંવિદભાઈ ડાભી (ઉ.47) રહે. રામજી મંદીરની બાજુમાં વરડુસર
(3) સનાભાઈ નરશીભાઈ ઝેઝરીયા (ઉ.48) રહે. ચુંપણી તા: હળવદ
(4) નાજાભાઈ છેલાભાઈ ડાભી (ઉ.42) રહે. વરડુસર
(5) સુરેશભાઈ અરજણભાઈ ડાભી (ઉ.49) રહે. વરડુસર
(6) ભીમાભાઈ ગોંવિદભાઈ ઓળકીયા (ઉ.50) રહે. ચુંપણી તા: હળવદ
(7) સંજયભાઈ બીજલભાઈ ફીસડીયા (ઉ.26) રહે. પલાસા તા: મુળી
(8) દિગ્વિજયસિંહ નટુભા પરમાર (ઉ.39) રહે. ચુંપણી તા: હળવદ

Content Copying Forbidden !!

error: Content is protected !!