વાંકાનેરમાં દિગ્વીજયનગર (પેડક) ખાતે વર્ષોથી રહેતા ઈમ્તિયાઝભાઈ મયુદિનભાઈ બેલીમ તથા રીઝવાનાબેનની આઠ વર્ષની દિકરી સુગરા બેલીમે પવિત્ર રમજાન માસ દરમ્યાન આખા મહીનાના રોઝા રાખી ખુદાની બંદગી કરી હતી.
આ તકે તેમના સગા-સબંધીઓ તથા સ્નેહીજનો દ્વારા આ રોજેદાર બાળા સુગરા ઈમ્તિયાઝભાઈ બેલીમને ખુબ ખુબ અભિનંદન સાથે આશિર્વાદ પાઠવ્યા હતા…