ગારીડા પાસે ઝાડની ડાળીએ ગળા ફાંસો ખાધો હતો
વાંકાનેર: શહેરમાં છેલ્લા 33 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતા એકતા ગ્રુપ દ્વારા બિનવારસી મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી. એક અજાણ્યા પુરૂષ (ઉ.વર્ષ આશરે 40 થી 45 વર્ષ વય)નો મૃતદેહ મળી આવેલ હતો. જેના વાલી વારસની શોધખોળના અંતે તાલુકા પોલીસના તપાસનીસ અધિકારી પો.હે.કો.એમ.એચ.વાસાણી દ્વારા ઉપરોકત એકતા ગ્રુપના મોભી અને જૈન શ્રેષ્ઠી બિપીનભાઈ દોશી (દોશી બ્રધર્સ)ને આ મૃતદેહ સોપવામાં આવેલ હતો.

આ મૃતદેહની હિન્દુ રીત રીવાઝ મુજબ શાસ્ત્રોકત વિધી સાથે અને તપાસનીસ પો.કો.ની ઉપસ્થિતિમાં સન્માન પુર્વક અંતિમ વિધિ કરવામાં આવેલ હતી. આ સેવા કાર્યમાં એકતા ગ્રુપના આગેવાન બિપીનભાઈ દોશી, મનીષભાઈ ગોહેલ, મુકેશભાઈ વાસાણી, (પો.હે.કો) ચિરાગભાઈ જોષી (જી.આર.ડી.જવાન) મનીષભાઈ ડી.જે. સહીતના કાર્યકરો જોડાયા હતા. આ કાર્ય માટે વૈકુઠ રથની ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક સેવા આપવામાં આવેલ હતાં.
જાણવા મળ્યા મુજબ મૃતકે ગારીડા પાસે ઝાડની ડાળીએ ગળા ફાંસો ખાધો હતો…

