વાંકાનેર: તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા વૃદ્ધ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે સાણંદની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું…


જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા ઉદાભાઈ લાખાભાઈ ઠાકોર (62) નામના વૃદ્ધ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સાણંદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એચ.આર. ચૌહાણ ચલાવી રહ્યા છે…
