કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઇલેવન ઇલેક્ટ્રિક વાળા ગનીભાઈના દિકરાનું અવસાન

માઉન્ટ આબુ ખાતે કુદરતી કારણોસર દુઃખદ અવસાન

દફનવિધિ આજે ઝોહર બાદ ચંદ્રપુર ખાતે

વાંકાનેર તાલુકાના કણકોટ ગામના વતની અને હાલ દરબારી-ચંદ્રપુર ખાતે રહેતા ઇલેવન ઇલેક્ટ્રિક સ્ટોર વાળા ગનીભાઈ બાદીના નાના દિકરા હિદાયતનું ગત મોડીરાત્રીના 24 વર્ષની નાની ઉંમરમાં દુઃખદ કુદરતી કારણોસર અવસાન થયું છે, મર્હુમની દફનવિધિ આજરોજ બપોરે ઝોહર બાદ ૨:૩૦ વાગ્યે ચંદ્રપુર ખાતે રાખવામાં આવેલ છે…
હિદાયત બે દિવસ પહેલા જ કંપની ટુરમાં રાજસ્થાન ખાતે ફરવા માટે ગયેલ હોય, જેમાં ગતરાત્રીના માઉન્ટ આબુ ખાતે કુદરતી કારણોસર તેનું દુઃખદ અવસાન થયું હતું, જેની જાણ થતાં જ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. જેમાં હાલ આબુથી તેમના મૃતદેહને વાંકાનેર ખાતે લાવવામાં આવી રહ્યો હોય, જેથી મર્હુમની દફનવિધિ આજે બપોરના ૨:૩૦ વાગ્યે ચંદ્રપુર ખાતે કરવામાં આવશે….
અલ્લાહ પાક મર્હૂમને જન્નત નસીબ કરે (આમીન)

Content Copying Forbidden !!

error: Content is protected !!