કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બાઈક પર 'ઈંગ્લીશ' લઈને નીકળેલો કણકોટનો યુવાન પકડાયો

વિઠલપર પાટિયા અને લીંબાળા ધાર પાસેથી ‘ઈંગ્લીશ’ ઝડપાયો

વાંકાનેર: વિઠલપર ગામના પાટિયા નજીકથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર એક ઈસમને અને બીજા બનાવમાં લીંબાળાની ધાર પાસે હાઇવે પર કેનેડી કોમ્પલેક્ષ સામે વેગેઆર કારના ચાલક ગારીયાના યુવાનને પોલીસે ઝડપેલ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિઠલપર ગામના પાટિયા પાસે રોડ પરથી પસાર થતી એકસ્ટર ગાડી જીજે ૦૩ પીએમ ૫૭૫૫ વાળી શંકાસ્પદ લાગતા રોકી તલાશી લીધી હતી જે કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો કારમાંથી બ્લેક જગુઆર રમ બોટલ નંગ ૭૨ કીમત રૂ ૭૯,૨૦૦, 8 પીએમ વ્હીસ્કી બોટલ નંગ ૮૪ કીમત રૂ ૯૨,૪૦૦ અને ગ્રીન લેબલ વ્હીસ્કી બોટલ ૯૬ કીમત રૂ ૧,૦૫,૬૦૦ નો જથ્થો કબજે લીધો હતો
દારૂનો જથ્થો કીમત રૂ ૨,૭૭,૨૦૦ તેમજ મોબાઈલ કીમત રૂ ૫ હજાર અને કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૭,૮૨,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી સુનીલ હરેશભાઈ ઉર્ફે હકાભાઇ સાકરીયા (ઉ.વ.૩૦) રહે રાજકોટ વાળાને ઝડપી લીધો છે તેમજ આરોપી સિરાજ રજાકભાઈ લિંગડીયા રહે ખ્વાજા રોડ જંગલેશ્વર રાજકોટ વાળાનું નામ ખુલતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
બીજા બનાવમાં વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસે નેશનલ હાઇવે પર કેનેડી કોમ્પલેક્ષ સામે ખુલ્લા મેદાનમાંથી વેગેઆર કાર નં. GJ 36 AL 2554 ના ચાલક ગારીયાના રાજદીપસિંહ રઘુરાજસિંહ વાળા (ઉંમર વર્ષ 25) નામના યુવાનને 109 નંગ વિદેશી દારૂના ચપલા (કિંમત રૂ. ૮,૭૨૦) સાથે રંગે હાથ ઝડપી પાડી, આરોપી પાસેથી કાર તથા વિદેશી દારૂ સહિત 2,58,720 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!