ઢુવામાં મહિલાએ એસિડ પીધો
વાંકાનેર: અહીં સ્વપ્ન લોક સોસાયટીમાં રહેતા એક શખ્સને ઝાંઝર સિનેમા સામેના ખુલા મેદાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧ બોટલો સાથે પોલીસ ખાતાએ પકડેલ છે…
જાણવા મળ્યા મુજબ અહીં મિલપ્લોટ ફાટક પાસે આવેલી સ્વપ્ન લોક સોસાયટીમાં રહેતા રમેશભાઈ રઘુભાઈ કુકાવા (ઉ.45) ને પોલીસ ખાતાએ ઝાંઝર સિનેમા સામેના ખુલા મેદાનમાંથી 
ઈંગ્લીશ દારૂની ૧૧ બોટલો કી.રૂ. ૧૨,૮૦૦/- સાથે પોલીસ ખાતાએ પકડેલ છે અને ગુન્હો-પ્રોહી.એકટ કલમ- ૬૫(એ)(એ), ૧૧૬૧૧૬બી, મુજબ નોંધેલ છે….
ઢુવામાં મહિલાએ એસિડ પીધો
વાંકાનેર: તાલુકાના ઢુવા ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક રહેતા નયનાબેન સુરેશભાઈ સોલંકી (22) નામની મહિલાએ કોઈ કારણોસર એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો હોવાનું સામે આવ્યું છે. મહિલાએ કયા કારણોસર એસિડ પીધું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે.
