રૂ.૬,૧૫,૦૦૦/-નો મુદામાલ કબ્જે
વાંકાનેર: તાલુકાના ગારિયા ગામ પાસે થાન તાલુકાના નળખંભા ગામના શામજી ઉર્ફે વિજય સુખાભાઈ સારલા નામનો વ્યક્તિ મહીન્દ્રા કંપનીની સફેદ કલરની ટી.યુ.વી કાર રજી.નંબર GJ-03-JC-6751 કિ. રૂ. ૫,૦૦,૦૦૦/- વાળીમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર

દેશી દારૂ જેવું કેફી પ્રવાહી લીટર ૫૫૦ કી.રૂ.૧,૧૦,૦૦૦/- તથા એક ઓપો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ રૂ.૫૦૦૦/- ના સાથે હેરાફેરી કરી કુલ કિ.રૂ.૬,૧૫,૦૦૦/-ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન હાજર મળી આવી પકડાઈ જઈ તથા સાયલા તાલુકાના 

દશરથ રમેશ કણજારીયાએ દેશી દારૂનો જથ્થો મોકલી આપી તેમજ મોરબીના ઈર્શાદ ઉર્ફે ભૂરો એ દેશી દારૂનો જથ્થો મંગાવી તમામ ઇસમોએ ગુન્હામાં એકબીજાની મદદગારી કરવા સબબ ગુન્હો.પ્રોહી એકટ કલમ ૬૫(ઇ), ૮૧,૯૮(૨) મુજબ નોંધેલ છે. પોલીસને જોઈને આરોપીએ મહીકાથી નાસવાનો પ્રયત્ન કરતા ગારિયા પાસેથી પકડાયેલ હતો….

કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ના આર્મ પો.કોન્સ શક્તિસિંહ દીલીપસિંહ પરમાર, એ.એસ.આઈ. ક્રીપાલસિંહ ચાવડા, પો.હેડ.કોન્સ. કિર્તીસિંહ જાડેજા, પો.કોન્સ. રાજેશભાઈ પલાણી, બ્રીજેશભાઈ બોરીચા, પો.ઈન્સ.બી.વી.પટેલ સાહેબ દ્વારા કરવામાં આવી હતી…
