વાંકાનેર: તાલુકામાં રાતાવીરડા સીમમાં કુલ ત્રણ શખ્સો સામે અલગ અલગ કેસમાં ઈંગ્લીશ દારૂની બોટલો આપવા- રાખવા બાબતના પ્રોહીબિશનના ગુન્હામાં પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ છે
જાણવા મળ્યા મુજબ રાતાવીરડા સીમમાં આવેલ રે સીરામીકની પાસે રોડ પરથી પેન્ટના નેફામાં રહેલ ઇંગ્લીશ દારૂની બોટલ સાથે જયદેવભાઈ ભરતભાઈ સરવાડીયા જાતે કોળી ઠાકોર (ઉ.વ. ૨૫) રહે. હાલ-રાતાવીરડા સીમ, મોટો શેલ્સ સીરામીકની કોલોનીમાં તા.વાંકાનેર, મુળ ગામ-વસાડવા તા.ધ્રાંગધ્રા વાળો
મળી આવતા બોટલની કિંમત રૂ.૩૪૦/- ગણી પકડેલ છે. આરોપીને પુછપરછ કરતા જણાવેલ કે, પકડાયેલ ઇંગ્લીશ દારૂની બોટલ જીતેશ ઉર્ફે જીતો ચોથાભાઈ ભવાણીયા/કોળી રહે.રાતાવીરડા તા.વાંકાનેર વાળો આપી ગયેલ હતો, જે હાજર નહીં મળી આવતા બંન્ને આરોપીઓએ ગુન્હામાં એકબીજાની મદદગારી કરી
હોઈ કાર્યવાહી કરેલ છે. જે આર્મ એ.એસ.આઈ. ચમનભાઈ ડાયાભાઈ ચાવડા તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે. બીજા કિસ્સામાં રાતાવીરડા રોડ ફિરોન્જા સીરામીક સામે આવેલ રાજા મેલડી કીરાણા સ્ટોર સામે રોડ પર પેન્ટના નેફામાં રહેલ ઇંગ્લીશ દારૂની બોટલ સાથે
જયંતીભાઈ હીરાભાઈ અબાસણીયા જાતે કોળી (ઉ.વ.૩૭) ધંધો વેપાર રહે. રાતાવીરડા તા.વાંકાનેર વાળો મળી આવતા બોટલ નંગ- ૦૧ કિંમત રૂ.૩૪૦/- ગણી પકડેલ છે. આરોપીને પુછપરછ કરતા જણાવેલ કે, બોટલ જીતેશ ઉર્ફે જીતો ચોથાભાઈ ભવાણીયા/કોળી રહે. રાતાવીરડા તા.વાંકાનેર વાળો આપી ગયેલ હતો જે
હાજર નહીં મળી આવી બન્ને આરોપીઓએ ગુન્હામાં એકબીજાની મદદગારી કરી પ્રોહી.એકટ કલમ ૬૫(એ), ૧૧૬(બી), ૮૧ મુજબનો ગુન્હો કરેલ હોય નોંધેલ છે આ કાર્યવાહી અનાર્મ લોકરક્ષક અજયસિંહ અનરૂધ્ધસિંહ ઝાલા તથા એ.એસ. આઈ. ચમનભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે.
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો