ડૉક્ટર્સની ટીમ દ્વારા બાળકોનું એસેસમેન્ટ કરાયું
વાંકાનેર: ગઈ કાલે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના બી.આર.સી. ભવન ખાતે 6 થી 19 વર્ષના દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું….
આ કેમ્પમાં વાંકાનેર તાલુકાના કુલ 93 જેટલા દિવ્યાંગ બાળકોને ટ્રાયસિકલ, વ્હીલચેર, એમ.આર. કીટ, કેલિપર્સ જેવા દિવ્યાંગ બાળકોને ઉપયોગી વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું…
ડૉક્ટર્સની ટીમ દ્વારા બાળકોનું એસેસમેન્ટ કરીને જરૂરિયાત મુજબના સાધનો આપવામાં આવ્યા હતા. મોરબીના આઈ.ઈ.ડી. કો.ઑર્ડીનેટર શ્રી મુકેશભાઈ ડાભી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત વાંકાનેર તાલુકાના બી.આર.સી. કૉ.ઑ. મયૂરરાજસિંહ પરમાર સાહેબ અને એમ.આઈ.એસ. ઈરફાનભાઈ બાદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ વાંકાનેર આઈ.ડી. ટીમ દ્વારા જહેમત ઊઠાવી હતી…