ધ્વજા રોહણ અને આરોગ્ય સંબંધિત પ્રોગ્રામો
હઝરત પીર સૈયદ મોહમ્મ્દ ફઝીલશાહ બાવાનું જાહેર આમંત્રણ
વાંકાનેર: નેશનલ હાઇવે પર લિંબાળા પાસે આવેલ દરગાહ શરીફ કંપાઉન્ડમાં સ્વાતંત્ર દિન નિમિતે ધ્વજા રોહણ અને આરોગ્ય સંબંધિત પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવેલ છે….
જાણવા મળ્યા મુજબ નેશનલ હાઇવે પર લિંબાળા પાસે આવેલ ખાનકાહ એ ઈન્તેખાબ આલમ બાવા (રહમતુલ્લાહિ અલૈહ) દ્વારા નીચે મુજબના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જાહેર જનતા રાષ્ટ્ર પ્રેમીઓને આવવા ભાવભીનું જાહેર આમંત્રણ પાઠવેલ છે….
ધ્વજા રોહણ સવારે : ૮:૩૦ વાગ્યે
ફ્રી નિદાન કેમ્પ સવારે : ૯ થી ૧ સુધી
બ્લડ ડોનેશન કેમ્પ સવારે : ૯ થી ૧ સુધી
જનરલ મેડિસિન વિભાગ (હદય રોગ નિષ્ણાંત)
ઓર્થોપેડીક વિભાગ (હાડકા રોગ નિષ્ણાંત)
ગાયનેક વિભાગ (સ્ત્રી રોગ નિષ્ણાંત)
આયોજક: હઝરત પીર સૈયદ મોહમ્મ્દ ફઝીલશાહ સ્થળ: લિંબાળા દરગાહ શરીફ કંપાઉન્ડ તા: વાંકાનેર.