વિધાર્થિની ખોરજીયા સારા અને બાદી ફિઝા
ટંકારા: તાજેતરમાં જ ધો.8 ના વિધાર્થીઓ માટે લેવાતી રાષ્ટ્રીય લેવલ શિષ્યવૃતિ પરીક્ષા NMMS નુ રિઝલ્ટ બહાર પડ્યું છે. જે પરીક્ષા કુલ 180 માર્ક્સની હોય છે અને તેમાં ગણિત, વિજ્ઞાન ,રીઝનીંગ અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. જેમાં ટંકારાની અમરાપર પ્રાથમિક શાળાની વિધાર્થિનીઓએ શિક્ષકોના માર્ગદર્શન નીચે સતત બેસ્ટ પરફોર્મન્સ જાળવી રાખ્યું છે. 



આ વર્ષે પણ NMMS 2026 માં ખોરજીયા સારા ઇમરાનભાઇ નામની વિધાર્થિનીએ 180 માંથી 160 માર્ક્સ મેળવીને ભવ્ય સફળતા મેળવી છે અને રાજ્ય માં 2 લાખ પરીક્ષાર્થી વિધાર્થીઓમાંથી સંભવિત ટોપ 30 માં સ્થાન મેળવ્યુ છે. તો અન્ય એક વિધાર્થીની બાદી ફિઝા ઈરફાનભાઈએ 138 માર્ક્સ મેળવીને મેરિટમાં સ્થાન મેળવ્યું છે. આમ બે વિધાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે. શાળાના આચાર્ય રાજેશભાઈ ગાંભવાના માર્ગદર્શન અને ધો.6 થી 8 શિક્ષકો રસિકભાઈ વિરમગામા (સામાજિક વિજ્ઞાન), ફાલ્ગુન આઈ.કાલરીયા (વિજ્ઞાન/ગણિત), અમિતભાઈ ફટાણીયા (ભાષા)ના ગાઈડન્સ નીચે અને ધો. 1 થી 5 ના શિક્ષકો વાત્સલ્યભાઇ મનીપરા, રાજેશભાઈ દુદકિયા, કોમલબેન રાણીપા, રીટાબેન ભોજાણી, ભૂપેન્દ્રભાઈ જોશી વગેરેનુ પણ માર્ગદર્શન મળી રહ્યું જેથી આ સફળતા શક્ય બની.
