અરણીટીંબા શાળામાં વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન
વાંકાનેર: મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના ટોબેકો કન્ટ્રોલ વિભાગ તેમજ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી વાંકાનેરની અરણીટીંબા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા હતા, ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ, ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ, ત્યારબાદ આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર ડો.રવિરાજ મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો,
અને અંતે શાળાના આચાર્ય ચાવડા કિશનભાઈ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ તથા ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો હતો .આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા, એપેડેમીયોલોજિસ્ટ ડો.નિશા, પ્રોગામ આસિસ્ટન્ટ હીના પંડ્યા, આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર ડો.મહેજબીન ગઢવાળા, પૂર્વીબેન પરમાર, અને પ્રા.આ.કેન્દ્ર રાજપરના એમ.પી.એચ.એસ સલીમ પીપરવાડીયા, એફ.એચ.ડબલ્યુ, એમ.પી.એચ.ડબલ્યુ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સૌજન્ય: દિવ્ય ભાસ્કર