વાંકાનેર: ગત ડિસેમ્બર મહિનામાં વાંકાનેર તાલુકામાં વઘાસીયા ગામ પાસે આવેલ ટોલનાકાની બાજુમાં કારખાનામાંથી તથા ગામ બાજુથી બોગસ ટોલનાકા બનાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પસેથી ટોલનાકાથી ઓછી રકમ લઈને વાહનોને જવા દેવામાં આવતા હતા જેથી કરીને જે તે સમયે તાત્કાલિક તંત્ર દોડતું થયું હતું અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી .
તેવામાં આ નકલી ટોલનાકાને બંધ કરાવવા બાબતનો ખાર રાખીને હાલમાં ટોલનાકામાં નોકરી કરતા યુવાનની સાથે બોલાચાલી ઝઘડો કરી તેને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતેથી મળતી વિગત પ્રમાણે જુના વઘાસીયા ગામે રહેતાને ટોલનાકામાં નોકરી કરતા દેવેન્દ્રસિંહ જયુભા ઝાલા જાતે દરબાર (37)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને
પ્રતીકસિંહ ઉર્ફે પીન્ટુભા જનકસિંહ ઝલા રહે બંને વઘાસીયા ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જે ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે નકલી ટોલનાકા બંધ કરાવવા બાબતનો ખાર રાખીને રવિરાજસિંહ ઝાલાએ તેને ઢીકાપાટુનો માર મારી ગાળો આપીને ગાલ ઉપર તથા ડાબા કાન ઉપર ફડાકા મારીને ઇજા કરી હતી તેમજ
પ્રતીકસિંહ ઝાલાએ તેને ઢીકાપાટુનો માર મારી લાફા મારીને છરી કાઢી મારવા જતા છરી નીચે પડી ગઈ હતી અને ત્યારે રવિરાજસિંહ ઝાલાએ ફરિયાદી યુવાનને રિવોલ્વરથી તથા વાહન અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આટલું જ નહીં પરંતુ રવિરાજસિંહ ઝાલાએ અગાઉ વઘાસીયા
ટોલનાકામાં ટોલટેક્સ લીધા વગર બળજબરીથી પોતાની ગાડીઓ ફરિયાદીને માર મારવાની ધમકી આપીને કઢાવી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી.કલમ-384, 385, 323, 504, 506(2), 114 તથા જી.પી.એટક કલમ-135 મુજબ
ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ગુનાની આગળની તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.કે. મહેશ્વરી ચલાવી રહ્યા છે.
દારૂ સાથે:
(1) માટેલ રોડ વિકાસ હોટલ પાછળ ઓરડીમાં રહેતા ગભરૂભાઇ ઝવેરભાઈ માથાસુરીયા (2) પીપળીયા અગાભીના વજીબેન મનજીભાઇ જખાણીયા અને (3) સમઢીયાળાના મુક્તિબેન ગુણવંતભાઈ ઇન્દ્રપા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
નવાપરા શેરી નં 3 માં રહેતા મુકેશ અમરશીભાઇ વિંઝવાડિયા પીધેલ પકડાયા
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
દારૂ સાથે: