સરકારે પરિપત્ર કર્યો
જળસંગ્રહ માટે ખેડૂતો કોઈ રોયલ્ટી કે પરવાનગી વગર માટી લઈ શકે છે
અમરેલી જિલ્લાના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંઘાડ દ્વારા તા.૧૩/૦૨/૨૨ના રોજ સરકારના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લેખિત રજુવાત કરી ખેડૂતોને જળ સંચય અભિયાન અંતર્ગત તળાવો, ચેકડેમમાંથી માટી ઉપાડવા માટે કોઈ તકલીફ ના પડે તે માટે કોઈ પણ મંજૂરી વગર માટી ઉપાડવાનો હકારાત્મક નિર્ણય કરવા માંગણી કરાઈ હતી…
આ રજુઆતને ધ્યાને લઈને રાજય સરકારના નર્મદા, જળ સંપત્તિ, કલ્પસર અને પાણી પુરવઠા વિભાગ દ્વારા રાજયના ખેડૂતોના હિતમાં તા.૨૫/૦૩/૨૦૨૨ના રોજ પરિપત્ર કરી જળ સંચયના હેતુ સર ખેડૂતોને જમીનની ફળદ્રુપતા વધારવા માટે માટી, કાપ, મોરામ, ઉપડવાની છૂટ આપવામાં આવી છે. હવે ખેડૂત ૭/૧૨, ૮અ નકલ આધારે કોઈપણ પરમિશન વગર માટી ઉપાડી શકશે. સરકારે ખેડૂતના હિતમાં પરિપત્ર કરતા ખેડૂતોનો પણ પરેશાનીનો પ્રશ્નો પૂર્ણ થયો હોય તેવુ જોવા મળી રહ્યું છે…