કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢોર ચરાવવા મામલે ચંદ્રપુરમાં મારામારી: સારવારમાં

સામસામી ફરિયાદમાં 12 આરોપી

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે વાડીમાં ગેરકાયદેસર ઢોર ચરાવવા મામલે ખેડૂત અને ઢોર માલિક વચ્ચે મારામારી થઇ હતી, જેમાં બંને પક્ષોએ પાંચથી વધુને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ હાલ આ બનાવમાં બંને પક્ષોએ વાંકાનેર સીટી પોલીસમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે…મળેલ જાણકારી મુજબ ચંદ્રપુર ગામ ખાતે રહેતા ફરિયાદી અલાવદીનભાઈ માહમદભાઈ ખોરજીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી (૧). અલી રફીકભાઈ, (૨). અફઝલ દાઉદભાઈ, (૩). સોયબ રફીક, (૪). મમુબેનનો દિકરો રફીક, (૫). મરીયમબેન સંધી, (૬). નશીમબેન મરીયમબેન, તથા (૭). રીક્ષા ડ્રાઇવર અલી ઉર્ફે અમન (રહે. બધા ચંદ્રપુર) સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓએ ગેરકાયદેસર રીતે તેમની વાડીમાં પ્રવેશ કરી, માલઢોર ચરાવવા માટે મુકી દેતા ફરિયાદી તથા સાહેદોએ આરોપીઓને વાડીમાંથી ઢોર પાછા લેવા કહેતા આ બાબતનું સારું નહીં લાગતા આરોપીઓએ એક સંપ કરી ફરિયાદી તથા સાહેદો પર લાકડાના ધોકા તથા પાઇવ વડે હુમલો કરી માર મારી ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…આ જ બનાવમાં સામાપક્ષે ફરિયાદી મરીયમબેન ઉર્ફે મમુબેન હબીબભાઈ વીકીયાએ આરોપી (૧). અલાવદીનભાઈ, (૨). રોશનબેન અલાવદીનભાઈ, (૩). ઇબ્રાહિમભાઈ માહમદભાઈ, (૪). રીઝવાનાબેન અને (૫). સાલેહભાઈ ઇબ્રાહિમભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના પૌત્ર તથા ભાણેજના માલઢોર આરોપીઓની વાડીમાં જતા રહેતા આ બાબતે આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો પર પાવડાના હાથા તથા લાકડાની ધોકા વડે હુમલો કરી માર મારી માથામાં દશ ટાંકા તથા ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!