અરણીટીંબા વાડીએ પ્લાન મુજબ બોલાવી બીભત્સ માંગણી કરનારને પતાવી દીધેલ
રાત્રીના ગળુ દબાવી મોત નિપજાવી મોટર સાયકલ કુવામાં નાખી દઈ તથા મોબાઇલ અને લાશને ધોળકા રોડ ઉપર નદીમાં ક્યાંક નાખી દીધેલ
વાંકાનેર: પરાઈ પત્નીને ખોટી રીતે હેરાન કરી બીભત્સ માંગણી કરેલ પ્લાન બનાવી અરણીટીંબા ગામ વાડીમાં બોલાવી મોડી રાત્રીના ગળુ દબાવી ગળે ટુંપો આપી મોત નિપજાવી મોટર સાયકલ કુવામાં નાખી દઈ તથા મોબાઇલ અને લાશને ધોળકા રોડ ઉપર નદીમાં ક્યાંક નાખી દીધેલ. ફિલ્મી સ્ટાઇલનો આ ગુન્હો પોલીસ ખાતાએ મોટાબાઇલ ડીટેલ કાઢી ઉકેલી નાખેલ છે…
જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકાના લીલાપર તીર્થક પેપરમીલની બાજુમા રહેતા મુળ રહે. પોચી આંબલીડુગર તા.ભાભરા જિ.અલીરાજપુર મધ્ય પ્રદેશ વાળા નાનકાભાઇ કેકડીયાભાઈ માવી (ઉ.વ.૨૦) એ ફરીયાદ કરી છે કે ગઇ તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ એમના પિતા કેકડીયાભાઇ હિરો હોન્ડા કંપનીનુ સી.ડી.ડીલક્ષ મો.સા રજી.નં. GJ-03-EP-9332 વાળુ લઈને લીલાપરથી જતા રહેતા ગુમ થયેલ હતા, જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ કરેલ, જેની તપાસના કામે ફીરોજભાઇ પોલીસવાળાએ અમારી પૂછપરછ કરેલ હતી…
ત્યારબાદ તા.૦૯/૧૧/૨૦૨૪૨૦૨૪ના રોજ ફીરોજભાઇ પોલીસવાળાએ પોલીસ સ્ટેશને બોલાવેલ. ફીરોજભાઇએ મને વાત કરેલ કે, ગુમ થયેલ કેકડીયાભાઇની કોલ ડિટેઇલમા મો.નં.૯૦૫૪૨ ૩૭૪૨૩ માં રાયચંદભાઇ જોરાવરભાઇ મેડા રહે. રોહીશાળા કુલદીપભાઇ કડીયાની વાડીએ તા.જી.મોરબી મુળ-બળાભાવતા તા.ભાભરા જી.અલીરાજપુર વાળા તા. ૧૫/૧૦/૨૦૨૪ ના રોજ અવારનવાર કોટેક્ટ થયેલ હોય,
તેની પુછપરછમાં આ મોબાઇલ નંબર તેમના મીત્ર અને સુરેશભાઈ વેસ્તાભાઇ બારીયા રહે.-લીયારા ગામ તા.પડધરી જી.રાજકોટ મુળ-બળીફાટા તા-ભાભરા જી.અલીરાજપુર મધ્ય પ્રદેશ વાળાએ પોતાના આધાર કાર્ડનું સીમકાર્ડ લીધેલનું જણાવેલ, જેથી પોલીસમાં આ સુરેશભાઈ વેસ્તાભાઇની પુછપરછ કરતા તેણે જણાવેલ હોય કે એમના પિતાએ સુરેશભાઇની પત્ની મેરીબાઇને ખોટી રીતે હેરાન કરી બીભત્સ માંગણી કરેલ હોય જેથી તેના સંબંધી મનાભાઇ લબરીયાભાઇ વસુનીયા રહે.લીલાપર ગામ ખાણ વિસ્તાર ગાયત્રી ભડીયા પાસે ઝુપડામાં મુળ-મયાવટ ગામ તા-ભાભરા જી.અલીરાજપુર મધ્ય પ્રદેશ વાળા તથા તેની પત્ની મેરીબાઇ એમ ત્રણેયએ પ્લાન બનાવી ગઈ તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ મેરીબાઇએ મરણ જનાર પિતાને ફોન કરી વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં વાડીએ બોલાવી ગળુ દબાવી ગળે ટુંપો આપી મારી નાખેલ અને તેમની લાશ તથા મોબાઇલ ફોન ફોર વ્હીલ કારમાં ધોળકા રોડ ઉપર નદીમા ક્યાંક નાખી દિધેલ, મોટર સાયકલ કોઇ કુવામા નાખી દીધેલ” તેવુ પુછપરછ દરમ્યાન જણાવેલ હોવાની હકિકત જણાઇ આવેલ. આ બનાવ બાબતે ઉપરોક્ત ત્રણેય વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાઈ છે…
