ખાનગી મેસેજ કરવો હોય, વીડિયો કોલ અથવા ઑડિયો કોલ જેવી બધી વસ્તુઓ માટે વોટ્સઅપનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા યુઝર્સને નથી ખબર કે વોટ્સએપ પર કયા-કયા ફીચર્સ મળે છે.

વોટ્સએપ પર ઘણા ગ્રુપ્સ બનાવવામાં આવે છે. શાળાના મિત્રોનું અલગ, પરિવારનું અલગ અને ઓફિસના લોકો માટે અલગ અને આ રીતે કોઈનું નામ શોધવું ખૂબ મુશ્કેલ બની જાય છે કે તમે વોટ્સએપ પર કોણી સાથે સૌથી વધારે વાત કરો છો. તમે તમારા પાર્ટનરના ફોનનો પાસવર્ડ જાણો છો તો તમે તેનું વોટ્સએપ પણ ચેક કરી શકો છો અને શોધી શકો છો કે તેઓ કોણી સાથે સૌથી વધારે વાત કરે છે. આવો જાણીએ.
- સૌથી પહેલા તમારું વોટ્સએપ ઓપન કરો અને સાઈડ કોર્નરમાં આપેલ ત્રણ ડોટ્સ પર કિલક કરો.
- અહી સેટિંગ્સ પર કિલક કરો, ત્યાં તમને ઘણા ઓપ્શન જોવા મળશે.
- ત્યાં તમને સ્ટોરેજ એંડ ડેટા નામનું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો.
- જ્યાં તમને ઘણા ઓપ્શન જોવા મળશે. ત્યાં મેનેજ સ્ટોરજનો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો.
- ત્યાં ક્લિક કરતાં તમને કેટલાક ઓપ્શન જોવા મળશે. જે સૌથી પહેલા નામ હશે, તેની સાથે તેઓ સૌથી વધારે વોટ્સએપ પર વાત કરે છે.


