ભાડુઆત બાબતે કોઠારીયાનો શખ્સ દંડાયો
વાંકાનેરમાં સીટી પોલીસ દ્વારા દિપાવલીના તહેવારો અંતર્ગત શહેરમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ હતું તેની સાથે માર્ગો પર આડેધડ વાહનો પાર્ક કરનારાઓને હાજર દંડ ફટકારવામાં આવેલ હતા…


વાંકાનેર શહેર પોલીસની સાથે તાલુકા પોલીસે કોમ્બો કરી વાંકાનેરના મુખ્ય માર્ગો પર દિવાળી અંતર્ગત ફૂટ પેટ્રોલીંગ કયુર્ં હતું. તેમાં આડેધડ પાર્ક કરેલા વાહન ધારકને હાજર દંડ ફટકારવામાં આવેલ હતા..


ફુટ પેટ્રોલીંગમાં વાંકાનેર શહેર પોલીસના પોલીસ ઈન્સ્પેકટર એચ.વી. ઘેલા અને તાલુકાના પીએસઆઈ એલ.એ. ભરગા, શહેર પોલીસની ટીમ અને તાલુકા પોલીસની ટીમના કાફલાએ વાંકાનેર શહેરના મુખ્ય માર્ગોથી લઈ મેઈન બજારોમાં ફુટ પેટ્રોલિંગ કયુર્ં હતું જે સમગ્ર કામગીરી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી કરવામાં આવી હતી…



ભાડુઆત બાબતે કોઠારીયાનો શખ્સ દંડાયો
વાંકાનેરમાં નાગાબાવાની જગ્યા સામેના ભાગમાં આવેલ દિગ્વિજયનગરમાં મકાન ભાડે આપ્યું હતું અને તેના ભાડુઆતની વિગત પોલીસને આપવામાં આવી ન હતી જેથી ભગવાનગર અમરતગર ગોસ્વામી (68) રહે. કોઠારીયા તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધાયો છે…
