નગરપાલિકાએ એડવાઈઝરી જારી કરવી જોઈએ
વાંકાનેર: શહેરમાંથી પસાર થતા પતાળિયા વોંકળામાં માછલીઓ મરી રહી હોવાનો ફોટો મળ્યો છે, જે આશિયાના સોસાયટીની મસ્જિદ પાસેથી પસાર થતા પતાળિયા વોંકળાનો છે, જેમાં મરેલી માછલીઓ તરી રહી છે…


આ માછલીઓ વોંકળાના પ્રદુષિત પાણીથી થઇ રહી હોવાનું અનુમાન છે, પતાળિયા વોંકળો વાંકાનેર શહેરમાંથી પસાર થાય છે, ત્યારે માછલીના મૃત્યુનું સાચું કારણ જાણી માનવ કે પશુઓ માટે આ પાણી હાનિકારક તો નથી ને? શહેરમાં કોઈ ગંભીર રોગચાળાના ફેલાવાનું કારણ પતાળિયા વોંકળાનું પાણી નહીં બને ને? એ બાબતમાં મોટા પ્રમાણમાં માછલીઓ મરે અને દુર્ગંધ ફેલાય તે પહેલા નગરપાલિકાએ એડવાઈઝરી જારી કરવી જોઈએ, એવી લોકમાંગ છે….
ફોટો સલીમભાઇ પરાસરા (94283 48212) નામના જાગૃત નાગરિકે લીધો છે…
