જોધપર ખારી, કોઠારીયા, પંચાસર, રૂગ્નાથજી શેરી અને આરોગ્યનગરના શખ્સો સામે કાર્યવાહી
વાંકાનેર: નશો કરી વાહન ચલાવતા ત્રણ વાહન ચાલકો અને રાત્રીના લપાતા છુપાતા નીકળતા તથા છરી સાથે મળી આવતા શખ્સો સામે ગુન્હા નોંધાયા છે…..
જાણવા મળ્યા મુજબ (1) જોધપર ખારીના મહેશભાઈ ગોવીંદભાઇ દાદરેચા (ઉ.વ.30) કેફી પીણું પીધેલ હાલતમાં હિરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ રજી. નંબર જી.જે. ૩ ડી.આર. ૧૫૪૯ કી. રૂ.૨૫,૦૦૦ વાળું જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો કર્યા બાબતે (2) રૂગ્નાથજી શેરી વાંકાનેરના હર્ષદભાઇ ઉર્ફે કાનો બીપીનભાઇ ગોહીલ (ઉ.વ.34) કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પાકારે પોતાનાં હવાલાવાળી સી.એન.જી. રીક્ષાના રજી નં. GJ-03-BX-8774 કિં. રૂ.૨,૦૦,૦૦૦/- વાળી ડ્રા. લા. વગર ચલાવી નીકળતા મળી આવતા ગુન્હો કર્યા બાબતે 
(3) કોઠારીયાના હરેશભાઈ ઉર્ફે ડગો વીનુભાઈ કોબીયા (ઉ.વ.28) કેફી પ્રવાહી પીધેલ હાલતમાં સી.એન.જી. રીક્ષાના રજી નં. GJ-03-BX-8774 વાળીમાં બેસી જાહેરમાં નીકળતા મળી આવતા ગુન્હો કર્યા બાબતે આ ત્રણેય ઉપર ગુન્હો પ્રોહી કલમ ૬૬(૧)બી, ૮૫-૧ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….
(4) પંચાસરના રાજેશભાઈ નરશીભાઈ પનારા (ઉ.વ. 27) વાળા રાત્રીના અંધારામા વાંકાનેર નવાપરા જડેશ્વર ચેમ્બર પાસેની બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો મીલકત વિરૂધ્ધનો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…
(5) વાંકાનેર આરોગ્યનગરના રાજેશભાઇ જગદિશભાઇ દેતરોજા (ઉ.વ.32) પોતાના કબ્જામા એક છરી લઈ જાહેરમાં નીકળતા અધિક જિલ્લા મેજી.સા. મોરબી જિલ્લાના જાહેરનામા ક્રમાંક નં-જે/એમએજી/ક. ૩૭(૧)જા. નામુ/વશી-૯૦૭/૨૦૨૪ તા.૩૦/૦૭/૨૦૨૪ નો હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…
