વાંકાનેર: તાલુકાની વરડુસર ચોકડી પાસે વરડુસર, રાજગઢ અને પલાંસના શખ્સોને પોલીસ ખાતાએ જુગાર રમતા પકડયા છે.

બનવા અંગે મળેલ માહિતી મુજબ વરડુસર ચોકડી પાસે જુગાર રમતા (૧) રણછોડભાઇ મયાભાઈ ડાભી જાતે ભરવાડ (ઉ.વ.૫૦) રહે.વરડુસર

(૨)જગદીશભાઈ ધરમશીભાઇ વીંઝવાડીયા જાતે કોળી (ઉ.વ.૩૦) રહે. વરડુસર (૩) હઠાભાઈ ઝાલાભાઈ લામકા જાતે ભરવાડ (ઉ.વ.૫૦) રહે. વરડુસર

(૪) પ્રેમજીભાઈ ઉર્ફે પેમાભાઇ અમરશીભાઈ ઝરવરીયા જાતે કોળી (ઉ.વ.૫ર) રહે. રાજગઢ અને (૫) ગોપાલભાઈ રૂડાભાઈ લાંબરીયા જાતે ભરવાડ (ઉ.વ.૨૭) રહે. પલાંસ વાળાને વાંકાનેર તાલુકા પોલીસના સ્ટાફે કુલ રોકડા રૂપીયા-૪,૦૦ ૦/- ના મુદ્દામાલ સાથે પાંચેયને પકડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો નોંધી ધોરણસર અટક કરેલ છે.
