હોંશિયાર વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરાયું
વાંકાનેર: સિંધાવદર મદની સ્કૂલના પ્રિન્સીપાલ ઈરફાનભાઈ એ. શેરસીયાએ એક યાદીમાં નવું છે કે તા. 26/જાન્યુઆરી-2025 ના શાળાના પ્રાંગણમાં ધ્વજવંદન શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને તલાટી કમમંત્રી શ્રીમતિ અક્સાબેનના હસ્તે સવારે 8/15 વાગ્યે કરવામાં આવેલ હતું. સ્કુલના બાળકોએ ધ્વજવંદન પછી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરેલ હતા, જેમાં વકતવ્ય, નાટક, સ્વાગત ગીત, થાળીરાસ, પીરામીડ, દેશભક્તિ ગીત વગેરે જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોં શાળાના બાળકોએ રજુ કર્યા હતા…
આ પ્રસંગે શાળાના પ્રિન્સીપાલ શ્રી ઈરફાન સાહેબે પ્રસંગને અનુરૂપ પ્રવચન આપેલું હતું તેમજ ગ્રામ્ય અને તાલુકાના આગેવાનોએ પણ પ્રવચન આપેલું હતું તેઓએ તેમના પ્રવચનમાં ભારત દેશની એકતા, બિનસાંપ્રદાયિકતા, અખંડિતતા પર અને શિક્ષણના મહત્વ, વિજ્ઞાન, કમ્પ્યુટર, ઈંટરનેટની ઉપયોગીતા પર અને તમાકુ, બીડી, સિગારેટ, પાનફાકી વગેરે ધુમ્રપાનથી દુર રહીને પોતાના શરીરને સાચવાની અને પરિવારની ચિંતા કરવા પર ભાર મુક્યો હતો. આ તકે ધોરણ ૧૦ SSC બોર્ડમાં સિંધાવદર કેન્દ્રમાં સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓ તેમજ શાળામાં વાર્ષિક પરીક્ષામાં ધોરણ LKG થી ધોરણ ૧૨ સુધી પ્રથમ, દ્વિતીય, અને તૃતિય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને શાળાના વાલીશ્રીઓ અને ગ્રામ આગેવાનોશ્રી અને પ્રિન્સિપાલશ્રી દ્વારા શિલ્ડ નું વિતરણ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ હતા…
આ પ્રસંગે શાળાના કાર્યક્ષેત્રના ગામો જેવા કે સિંધાવદર, કાસમપરા, અશરફનગર, વિડીભોજપરા, પાંચદ્રારકા, ખીજડીયા, કાણકોટ – ૧. ૨ અને ૩ તેમજ ખેરવા ના વાલીશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગ્રામ અને તાલુકાના આગેવાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીમિત્રો, સિંધાવદર જમાતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીના પ્રસંગમાં હાજર રહેલ તમામ ગ્રામ અને તાલુકાના આગેવાનો તેમજ સિંધાવદર જમાતના આગેવાનો અને વાલીશ્રીઓનો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીમિત્રોની આભારવિધિ સ્કૂલના ટ્રસ્ટીશ્રી અને શિક્ષકશ્રી હનીફ સાહેબ કરેલ હતી. આ તકે વાલીશ્રીઓ, આગેવાનોશ્રી અને ભૂતપૂર્વ છાત્રો તરફથી શાળાના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ…