વાંકાનેર : સીટી પોલીસે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન વાંઢા લીમડા ચોકમાથી નશો કરેલી હાલતમાં એક યુવાનને પકડેલ છે….
જાણવા મળ્યા મુજબ વાંઢા લીમડા ચોકમાથી આરોપી સચિન રસિકભાઈ ગોહેલ ઉ.37, રહે.ભાટિયા સોસાયટી નામના શખ્સને ઝડપી લીધો હતો. વધુમાં આરોપી સચિનના કબ્જામાંથી પ્લાસ્ટિકની પાણીની બોટલમાં ભરેલો 200 મીલી વિદેશી દારૂ કિંમત રૂપિયા 150 મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી…