કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાસીયાની સીમમાંથી ૫૬,૬૩,૧૦૦ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

તાલુકા પીએસઆઇ લલીતાબેન એ. ભરગાને ચોક્કસ બાતમી મળેલી

વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામની સીમમાં વિદેશી દારૂ ભરેલ ટ્રકનું કટીંગ થાય તે પહેલા જ વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી ટ્રકમાંથી વિદેશી દારૂની 27,840 નંગ બોટલો સહિત કુલ રૂ. 80.63 લાખનાં મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા પીએસઆઇ લલીતાબેન એ. ભરગા, એએસઆઇ ચમનભાઈ ચાવડા, કો. સંજયસિંહ જાડેજા તથા લોક રક્ષક અજયસિંહ ઝાલાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે વાંકાનેરના પંચાસીયા ગામની સીમમાં વાંકીયાથી જડેશ્વર તરફ જતાં કાચા રસ્તા પર દરોડો પાડી વિદેશી દારૂ ભરેલ અશોક લેલેન્ડ બંધ બોડીના ટ્રક નં. RJ 18 GC 0894 માંથી વિદેશી દારૂની નાની મોટી 27,840 બોટલો (કિંમત રૂ. ૫૬,૬૩,૧૦૦) તથા ટ્રક સહિત કુલ રૂ. 80,63,100 ના મુદ્દામાલ સાથે આરોપી યાસીનભાઇ રહીમભાઇ સમા (ઉ.વ. ૩૧, રહે. રાજકોટ) ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!