વાંકાનેરના છ કાર્યકરોનો સમાવેશ
પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા, જીલ્લા પ્રભારી સાથે ચર્ચ કરી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા મોરબી જીલ્લા સંગઠનના પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી છે.
જેમાં મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે જયુભા જાડેજા, હિરેનભાઈ પારેખ, પ્રજ્ઞેશભાઈ વાઘેલા, કાજલબેન ચંડીભમર, રમાબેન ગડારા, રવિભાઈ સનાવડા, અશ્વિનભાઈ મેઘાણી, રવિભાઈ રબારી તેમજ મહામંત્રી તરીકે કે એસ અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઈ મિયાત્રા તેમજ મંત્રી તરીકે રસિકભાઈ વોરા, નીરજભાઈ ભટ્ટ, શોભનાબેન મહેશભાઈ લીખીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, સંગીતાબેન વોરા, આનંદભાઈ સેતા, હિનાબા જાડેજા અને પરમાર ક્રિષ્નાબેન હસમુખભાઈ તેમજ કોષાધ્યક્ષ તરીકે પ્રભુભાઈ વીંઝવાડિયાની નિમણુક કરવામાં આવી છે.