કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર ભાજપ પુર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા

વાંકાનેર ભાજપ પુર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા

પાલિકાની 28 બેઠકો માટે ભાજપમાં 98 દાવેદારો

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 83, જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 44
વાંકાનેર ભાજપના બે જૂથો પૈકી ક્યા જૂથનો હાથ ઉપર રહેશે?

મોરબી જિલ્લા પંચાયત પુર્વ ઉપપ્રમુખ, વાંકાનેર તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ અને કોળી સમાજ અગ્રણી ગોરધનભાઈ સરવૈયાએ વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પુર્વ ધારાસભ્ય મોહંમદ જાવેદ પીરઝાદાના હસ્તે ખેસ પેહરીને કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગોરધનભાઈ સરવૈયાના પત્ની ભાવનાબેન સરવૈયા મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ સંઘના ડિરેક્ટર છે.
ગોરધનભાઈની સાથે મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. તેમના કોંગ્રેસ પ્રવેશથી મોરબી જિલ્લા અને ખાસ કરીને વાંકાનેરમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બન્યાનું મનાય છે. ગોરધનભાઈ અને તેમના સાથેના તમામ મિત્રોનું વાંકાનેર કોંગ્રેસ પરિવારમાં હાર્દિક સ્વાગત કરવામાં આવેલ છે….
પાલિકાની 28 બેઠકો માટે ભાજપમાં 98 દાવેદારો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આગામી ગણતરીના દિવસોમાં ઉમેદવારોને તેના ચૂંટણી ફોર્મ ભરવાના છે ત્યારે પહેલા દરેક પાર્ટી તેનો ઉમેદવાર વિજેતા બને તે પ્રકારે પસંદ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરતી હોય છે તેવી જ રીતે મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપનો વિજય થાય તેવા ઉમેદવારને પસંદ કરવા માટેની પ્રક્રિયા એટલે કે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મોરબી કમલમ ખાતે બુધવારે વાંકાનેર, ટંકારામાં જિલ્લા પંચાયતની તેમજ તાલુકા પંચાયતની બેઠકો અને નગરપાલિકાની બેઠકો માટે સેન્સ લેવામાં આવી હતી

હાલમાં મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતેથી મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 83, વાંકાનેર તાલુકાની જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 44, વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે 98, ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 40, ટંકારા તાલુકાની જિલ્લા પંચાયતની 2 બેઠક માટે 11, ટંકારા નગરપાલિકાની 28 બેઠકો માટે 35 દ્વારા પોતાની દાવેદારી નોંધાવવામાં આવી છે

વાંકાનેર ભાજપના બે જૂથો પૈકી ક્યા જૂથનો હાથ ઉપર રહેશે?
સ્થાનિક વાંકાનેર ભાજપમાં બે જૂથો જગજાહેર છે, બંને પોતાના ઉમેદવારોની પસંદગી માટે આ બે એડીચોટીનું જોર લગાવશે, ત્યારે ક્યા જૂથનો હાથ ઉપર રહે છે, તે જાણવા ઉત્સુકતા પ્રવર્તી રહી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!