વાંકાનેર: વઘાસીયા ટોલ નાકા પાસેથી રાણેકપર ગામ તાલુકો હળવદની સર્પ આકારે જતી એક કારના ચાલક અને સાથે બેઠેલા અન્ય ત્રણ જણા પીધેલ હાલતમાં પકડેલ છે.

જાણવા મળ્યા મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામના અજયભાઇ ઘનશ્યામભાઇ બાબરીયા (ઉ.વ.27) નામના ઈસમ પોતાના હવાલાવાળી સફેદ અલ્ટો કાર જેના રજી.નંબર- GJ-36-AF-7047 જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ

હાલતમાં સર્પાકાર રીતે ચલાવી મળી આવતા પોલીસ ખાતાએ કારની કિંમત રૂ.૧૦૦૦૦૦/- ગણી ગુન્હો એમ.વી.એકટ કલમ.૧૮૫, તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધી કાયદેસર કાર્યવાહી કરેલ છે. કારમાં અન્ય (1) નવઘણ જેસીંગભાઇ બાબરીયા રહે. રાણેકપર તાલુકો

હળવદ (2) વાંકાનેર તાલુકાના ઓળના દીપકભાઈ કાળુભાઇ વિંઝવાડિયા અને (3) સંજય જાદવભાઈ બાબરીયા રહે.રાણેકપર તાલુકો હળવદ વાળાને પણ નશો કરેલી હાલતમાં પકડાયા છે.
