વાંકાનેર: નવાપરા દેવીપુજકવાસ શીતળા માતાજીના મંદીર પાસે જુગાર રમતા ચાર જણા પકડાયા છે.
જાણવા મળ્યા મુજબ નવાપરા દેવીપુજકવાસ શીતળા માતાજીના મંદીર પાસે (૧) સુનિલભાઈ ધીરૂભાઈ કાવીઠીયા (ઉ.વ.૨૩) રહે.વાંકાનેર નવાપરા જી.આઈ.ડી.સી દેવીપુજકવાસ, શિતળા માતાજીના મંદીર પાસે (૨) ભાવેશભાઈ સોમાભાઈ ચોવીસીયા (ઉ.વ.૨૯) રહે. વાંકાનેર નવાપરા જી.આઈ.ડી.સી દેવીપુજકવાસ શીતળા માતાજીના મંદીર પાસે
(૩) રણજીતભાઈ હસુભાઈ ધ્રાંગધીયા (ઉ.વ.૨૧) રહે. વાંકાનેર નવાપરા જી.આઈ.ડી.સી અને (4) હીતેષભાઈ જેસીંગભાઈ ચોવીસીયા (ઉ.વ.૧૯) રહે. વાંકાનેર નવાપરા જી.આઈ.ડી.સી વાળા જુગાર રમતા પોલીસ ખાતાએ પકડી ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધી રોકડા રૂ. ૧૭૯૦/- સાથે પકડેલ છે…
આ કાર્યવાહી પોલીસ કોન્સ વાંકાનેર સીટી દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ, પો.કોન્સ તાહજુદ્દીન ભાઈ મહમદભાઈ શેરસીયા, જનકભાઈ વલ્લભભાઈ ચાવડા તથા ધર્મરાજભાઈ પ્રવિણભાઈ કીડીયા દ્વારા કરવામાં આવી હતી…