કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજાયું

વાંકાનેર: માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે દર મહિનાના પહેલા રવિવારે શિક્ષકો અને યુવકો દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે.

તા.૦૬/૦૪/૨૦૨૫, રવિવારના રોજ જિતેન્દ્રભાઈ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, અતુલભાઈ બુદ્ધદેવ, યજ્ઞેશભાઈ ભટ્ટ, દર્શનાબેન જાની, હાર્દિકભાઈ સોલંકી, ડૉ.નવીનચંદ્ર સોલંકી, ડૉ. ડાહ્યાલાલ પરબતાણી, દિવ્યરાજસિંહ ઝાલા અને કમલેશભાઈ પરમાર દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવ્યું હતું. વાંકાનેર તાલુકાના પુસ્તક વાચક મિત્રોએ પુસ્તક પરબની મુલાકાત લીધી હતી અને મનગમતા પુસ્તકો વાંચવા માટે મેળવ્યા હતા. વાંકાનેર ખાતે ચાલતા પુસ્તક પરબમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો, બાળ સાહિત્ય, નવલકથાઓ, આત્મકથાઓ, જીવન ચરિત્ર, કાવ્યસંગ્રહો એમ વિવિધ પ્રકારના પુસ્તકો એક મહિના માટે નિઃશુલ્ક વાંચવા માટે આપવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો મેળવવા યુવાનોએ ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો. ડૉ. મનીષભાઈ ભટ્ટ અને ડૉ. મિતાબેન ભટ્ટ તરફથી ૨૦૦ થી વધુ પુસ્તકો વાંકાનેર પુસ્તક પરબને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!