કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

તા.10એ એઈમ્સના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પ

સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે આયોજિત મેડિકલ કેમ્પમાં તબીબો મફત સેવા આપશે

વાંકાનેર: મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને ઓલ ઈન્ડિયા મેડીકલ સાયન્સીસ (AIIMS) રાજકોટના સહયોગથી મોરબીના નાગરિકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખતા તારીખ 10-11-2024ના રોજ સવારે 8 થી બપોરે 2 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાં સૌપ્રથમ વખત ફ્રી મેગા મેડીકલ કેમ્પ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે યોજાશે…

દ્વારકેશ પેવર- વીરપર (મોરબી) તરફથી

રાજા કેટલ ફીડ - રાજાવડલા તરફથી

આ મેડિકલ કેમ્પમાં એઈમ્સ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત વિવિધ ક્ષેત્રના તબીબો દ્વારા નિઃશુલ્ક નિદાન સાથે સેવા આપવામાં આવશે. આ ઉપરાંત મેડીસીન, હાડકાં, ફેફસાં, કાન, નાક, ગળા, કેન્સર, આંખ, બાળરોગ, સ્ત્રી રોગ, સર્જરી, ચામડી, એનેસ્થેસિયા અને દાંતના રોગોનું નિદાન, દવા વિતરણ, લેબોરેટરી રિપોર્ટ કરી આપવામાં આવશે. તેમજ કેમ્પમાં લેબોરેટરી તથા એક્સ-રે ની સુવિધા નિ:શુલ્ક ઉપલબ્ધ રહેશે અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે…
આ સર્વરોગ નિદાન કેમ્પનો સર્વે નાગરિકોને બહોળા પ્રમાણમાં લાભ મેળવવા અંગે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ અને મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ડી.બી.મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!