જાળિયા ગામે અગાભી પીપળીયા અને કોટડા નાયાણીના શખ્સો જુગાર રમતા ઝડપાયા
રાજકોટ: વાંકાનેર, રાજકોટ, અમદાવાદ, અને ટંકારામાં છ ચોરીને અંજામ આપી ફરાર થયેલ તસ્કરને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સિવિલ હોસ્પિટલ ચોકમાંથી દબોચી લઈ કાર્યવાહી કરી હતી.
મળેલ માહિત મુજબ, પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, એડી.સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી બી.બી.બસીયા દ્વારા મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવાની આપેલ સુચનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન.પરમાર ટીમ સાથે પેટ્રોલીંગમા હતા.
ત્યારે એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ તુલસીભાઈ ચુડાસમા અને સંજય ખાખરીયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે સીવીલ સીવીલ હોસ્પિટલ ચોક પાસેથી રાહુલ ઉર્ફે સીકલો મનસુખ ઉફ ભનુ શંભુ વાજેલીયા (ઉ.વ.28, રહે. હાલ રૂપેણ બંદર, દેવભૂમિ દ્વારકા, મૂળ રહે. દરેડ ગામ, જામનગર)ને પકડી પાડી કાર્યવાહી કરી હતી.
પકડાયેલ શખ્સ વિરૂધ્ધ રાજકોટના અલગ અલગ પોલીસ મથક તેમજ અમદાવાદ અને ટંકારા પોલીસ મથકમાં ચોરીના ગુના નોંધાયેલ છે, જેમાં તે પોલીસ પકડથી નાસતો ફરતો હતો. ઉલ્લેખનીય છે કે, તસ્કર માળીયા હાટીના અને વાંકાનેર પોલીસ મથક વિસ્તારમાં પણ ચોરીને અંજામ આપી ચુક્યો છે.
જાળિયા ગામે અગાભી પીપળીયા અને કોટડા નાયાણીના શખ્સો જુગાર રમતા ઝડપાયા

કુવાડવા નજીક જાળીયા ગામ પાસે વાડીની બાજુમાં ડીસીપી ઝોન-1ની એલ.સી.બી.ની ટીમે બાતમીના મળતા તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા. મળેલ માહિતી મુજબ જાળીયા ગામ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ડીસીપી ઝોન-1 ની એલસીબીના હેડ કોન્સ જગદીશસિંહ પરમાર તથા કોન્સ. રવિરાજભાઈ પટગીરને બાતમી મળતા જાળીયા ગામ પાસે વાડીની બાજુમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા વાંકાનેરના અગાભી પીપળીયાના ભુપતસિંહ નટુભા જાડેજા, ખીમજી ભગવાનજીભાઇ કાંજીયા, વાંકાનેરના કોટડા નાયાણીના પરાક્રમસિંહ હાલુભા જાડેજા, ગીરીરાજસિંહ શકિતસિંહ જાડેજા, સતા કડવાભાઇ વરૂૂ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા દિલીપ ગોરધનભાઈ પરસાણા અને અગાભી પીપળીયાના જગદીશ ઉર્ફે કાળુ શામજીભાઇ ઘેટીયાને પકડી લઇ રૂૂા. 35200ની રોકડ સહિતની મતા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી આ કામગીરી પી.એસ.આઇ. બી. વી. ચુડાસમા, એ.એસ.આઇ, મનરૂૂપગીરી ગોસ્વામી, હરેશભાઈ પરમાર, હેડ કોન્સ. હિતેશભાઇ પરમાર, જગદીશસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. રવિરાજભાઇ પટગીર દ્વારા કરવામાં આવી હતી…
