વાંકાનેર: જડેશ્વર રોડ પરના ઈંટુના ભઠા પાસે પોલીસખાતાએ રેઇડ કરી પાંચ જણાને જુગાર રમતા ઝડપ્યા છે, જેમાં ત્રણ દેવુપૂજક, એક કોળી અને એક ભરવાડ શખ્સનો સમાવેશ થાય છે.

બાતમીના આધારે પેડક સોસાયટી ઈંટુના ભઠા પાસે પોલીસખાતાએ રેઇડ કરતા (૧) પંકજભાઈ ચતુરભાઈ વિકાણી જાતે-દે.પુ (ઉ.વ.૩૦) રહે.પેડક સોસાયટી નાગાબાવાની જગ્યા સામે (૨) મહેશભાઈ ગોવિંદભાઈ પલાણી જાતે-કોળી (ઉ.વ.૩૬) રહે.વાંકાનેર કુંભાર૫રા

(૩) મહેશભાઈ ચતુરભાઈ વિકાણી જાતે-દે.પુ (ઉ.વ.૩૫) રહે.વાંકાનેર પેડક સોસાયટી ભઠ્ઠઠ્ઠા વિસ્તાર (૪) ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી જાતે-દે.પુ. (ઉ.વ.૩૮) રહે.વાંકાનેર પેડક સોસાયટી, ખડીપરા ભઠ્ઠા વિસ્તાર અને (૫) મુકેશભાઈ નાજાભાઈ ગોહેલ જાતે-

ભરવાડ (ઉ.વ.૩૫) રહે. વાંકાનેર ભરવાડપર શેરી નં-૫ વાળા ગેરકાયદેસર રીતે જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા પકડેલ છે. તેમજ રોકડા રૂ.૧૧૮૦૦/-ના મુદામાલ સાથે જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસર અટક કરેલ છે.
