કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આયુર્વેદની ખુબ નજીક હતા ગાંધીજી

આ રીતે કરતા હતા બીમારીની સારવાર

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી વિશે બધા જાણે છે. જો કે મહાત્મા ગાંધીના જીવન વિશે એવી અનેક રોચક વાતો છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. 2 ઓક્ટોબર 2023ના રોજ મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતી હતી.

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી વિશે બધા જાણે છે. જો કે મહાત્મા ગાંધીના જીવન વિશે એવી અનેક રોચક વાતો છે જેના વિશે બહું ઓછા લોકોને ખબર છે. હવે 2 ઓક્ટોબર 2023ના રોજ મહાત્મા ગાંધીની 154 મી જન્મજયંતી હતી. મહાત્મા ગાંધી આયુર્વેદ ચિકિત્સાની ખુબ નજીક હતા. તેઓ તેનાથી જ સારવાર કરતા હતા અને બીજાને પણ સલાહ આપતા હતા.

આ રીતે થયો વિશ્વાસ

મહાત્મા ગાંધી જ્યારે આફ્રિકાથી આવ્યા ત્યારે તેમને ખુબ કબજિયાત રહેતી હતી અને તેમણે અનેક દવાઓ પણ લીધી પરંતુ તે કામે લાગી નહીં. ત્યારબાદ તેમણે પોતાના એક વિદેશી મિત્રની સલાહ પર લૂઈ કૂનેના પુસ્તક ધ ન્યૂ સાયન્સ ઓફ હિલિંગ અને જુસ્ટના પુસ્તક રિટર્ન ટુ નેચર વાંચી. તેઓ તેનાથી એટલા પ્રભાવિત થયા કે આયુર્વેદ ચિકિત્સાને જ અપનાવી અને બીજાને પણ સલાહ આપવા લાગ્યા હતા. તેઓ બીમારીની સારવાર પ્રાકૃતિક રીતે કરતા હતા.

ગાંધીજીને માનતા હતા પ્રાકૃતિક ચિકિત્સક

તે સમયે ખુબ જ મોટા અને ખ્યાતનામ ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા ગાંધીજીને પ્રાકૃતિક ચિકિત્સક માનતા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમને બહુ જલદી શરદી થઈ જતી હતી અને પાચન પણ ખરાબ રહેતું હતું. ત્યારે ગાંધીજીએ તેમને ખાણીપીણી સંબંધિત નિર્દેશ આપ્યા અને સ્વસ્થ કર્યા હતા. ગાંધીજી દરેકને સારા સ્વાસ્થ્ય માટે આયુર્વેદ ચિકિત્સક ભલામણો કરતા હતા.

પીતા હતા બકરીનું દૂધ

મહાત્મા ગાંધી શાકાહારી પરિવારથી હતા અને તેમણે ક્યારેય માંસનું સેવન કર્યું નહતું. તેઓ દૂધને પણ માંસાહાર માનતા હતા. જો કે ત્યારબાદ ડોક્ટરની સલાહ પર તેમણે દૂધ પીવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેઓ ફક્ત બકરીનું દૂધ પીતા હતા. બકરીના દૂધમાં પ્રોટીન, વિટામીન, ફેટ અને કેલેરી સહિત અનેક ગુણો હોય છે જે બીમારીને દૂર રાખે છે.

ગૃપમાં કઈ રીતે જોડાશો?

આ સમાચાર તમારા ગૃપમાં કઈ રીતે મોકલશો?

 

Content Copying Forbidden !!

error: Content is protected !!