રામકૃષ્ણનગર આંગણવાડી કેન્દ્રમાં કરાયું
વાંકાનેર : સીટી સેજાની રામકૃષ્ણનગર આંગણવાડી કેન્દ્રમાં તારીખ 5 એપ્રિલે અભિમન્યુ પ્રોજેક્ટ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામકૃષ્ણનગર નવાપરા સંધિ સોસાયટી અને દેવીપુજક આંગણવાડી કેન્દ્રના સગર્ભા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા જેમાં
વૈદિક મંત્રોચ્ચાર દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વાંકાનેર સીટી સુપરવાઇઝર તથા વર્કર બહેનો દ્વારા સગર્ભા બહેનોને ગર્ભ સંસ્કાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું તથા યોગ શિક્ષક દ્વારા સગર્ભા મહિલાઓને યોગ શિખવવામાં આવ્યા તથા સામાજિક કાર્યકર દ્વારા સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું…