કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મર્હુમ ખુરશીદહૈદર ઉર્ફે મીરસાહેબનું પેઢીનામું

પીર મશાયખ (રહે.) થી પહેલાનું પેઢીનામું તથા નિચે આપેલ નોંધ ૧ અને ર અમોએ ‘પીર મશાયખ (રહ.)નો મઝહબ‘ નામની પુસ્તિકામાંથી સાભાર લીધેલ છે. પીર મશાયખ (રહે.) થી પછીનું પેઢીનામું તથા નિચે આપેલ નોંધ ૩ થી ૬ અમોએ પીર વિઝારતહુસૈન વલ્દ અલીફેઝુરરહેમાન ઉર્ફે મોમીનશાહબાવાએ છપાવેલ પેઢીનામામાંથી સાભાર લીધેલ છે.

વાંકાનેરના માજી ધારાસભ્ય મર્હુમ ખુરશીદ હૈદર પીરઝાદા (મીર સાહેબ) હઝરત અલી (રદી.) પછીથી ૩૯ મી પેઢી, પીર કબીરૂદીન (રહે) ૧૭ મી અને પીર મશાયખ (રહે.) ની ૯ મી પેઢીએ છે. આ હિંસાબે જો મોમીન સમાજના વડવાઓ પીર કબીરૂદીન (રહે) ના હસ્તે કલમો પડ્યા હોય તો મીર સાહેબની ઉમરની સમક્ષ મોમીનની (અંદાજે) ૧૬ મી પેઢીવાળા દાદાએ ઇસ્લામ કબૂલ કરેલ, તેમ માની શકાય. બીજા અર્થમાં કહીએ તો આજના વાંકાનેર વિસ્તારમાં રહેતા મોમીનની પેઢીના ૧૭ મા પૂર્વજ હિન્દુ ધર્મ પાળતા હતા. પીર મશાયખ (રહ.) નો જન્મ તા: ૧૪-૬-૧૬૫૦ માં થયો હતો. – નઝરૂદીન બાદી)

નોંધ: 1
હઝરત અલી (રદી.) થી છઠ્ઠી પેઢીએ હઝરત ઇમામ ઇસ્માઇલ (રહે.) છે અને ૧૯મી પેઢીએ પીર શમ્સુલ હક છે. હઝરત અલી (રદી.) થી ૨૩ મી પેઢીએ પીર કબીરૂદીન (રહે.) છે, અને ૩૦ મી પેઢીએ હઝરત પીર મશાયખ (રહે.) છે. હઝરત અલી (રદી.) થી શમ્સુલ હક (રહે.) વચ્ચે ૧૯મી પેઢીનું અંતર છે અને હઝરત શમ્સુલ હકથી પીર કબીરૂદીન વચ્ચે પાંચ પેઢીનું અંતર છે. પીર કબીરૂદીનથી પીર મશાયખ (રહે.) વચ્ચે આઠ પેઢીનું અંતર છે. આ અરસામાં રાજા મહારાજાઓના કુટુંબમાં મોટો બેટો રાજા બનતો, તેમ પીરની પેઢીઓમાંનો મોટો બેટો પીર બનવાની પ્રથા શરૂ થઇ.
નોંધ: 2
આ નસલનામું વાંચકની માહિતી માટે છે. પીર મશાયખ (રહે.) એ પોતે સૈયદથી નહિં પણ એક પરહેઝગાર શેખ ઝાદાથી ખીલાફત મેળવી હતી, એટલે પીર સૈયદ જ હોવો જોઇએ, એ જરૂરી નથી. સૈયદ ન મળે તો કોઇ પણ પરહેઝગાર બંદાથી ખિલાફત મેળવી શકાય છે.
નોંધ: 3
-પીર અબુતાલીબબાવાના મુરીદોએ પીર મીરૂમીયાં ઉર્ફે મીરસાહેબબાવા વલ્દ અબ્દુલ્લાહ બાવાને ગાદીનશીન ગણેલા. ઇ.સ. ૧૮૦૦. આથી અબુતાલીબ બાવાના માનનારા મુરીદોએ મીરૂમીયાં વલ્દ અબ્દુલ્લાહસાહેબ બાવાથી બય્યત લીધી હતી.
નોંધ: 4
પીર નજુમીયાં વલ્દ ફાઝિલશાહબાવાના ત્રણેય બેટાઓ આપની હયાતીમાં ગુઝરી ગયેલા અને આપને બે પૌત્રીઓ હોવાથી આપને માનનારા મુરીદોએ પીર સૈયદ અલીફૈઝુરરહેમાન ઉર્ફે મોમીનશાહબાવાથી બય્યત લીધી હતી. પીર મોમીનશાહબાવા કે જેઓ પીર નજુમીયાંબાવાના દિકરા દુર્વેશઅલીબાવાની દીકરી ઝોહરાબીબીના દિકરા અને નજુમીયાંબાવાના નવાસા (ભાણેજ) છે, સજદાનશીન થયા. ઇ.સ. ૧૯૫૮ હીજરી, ૧૩૭૭.
નોંધ: 5
પીર સૈયદ વિઝારહુસૈન બાવાસાહેબે તેમના દીકરા પીરઝાદા સૈયદ અલી નવાઝ બાવાસાહેબને તા: ૨૫-૨-૨૦૧૨ ને શનિવાર રબીઉલઆખર હિજરી સન ૧૪૩૩ના રોજ હઝરત પીર સૈયદ મોમીનશાબાવા (રહે.) ની દરગાહ શરીફમાં સૈયદઅલી નવાઝબાવાને બાવાસાહેબના કુટુંબીજનોની હાજરીમાં મુરીદ બનાવ્યા, ખાનદાનમાં ચાલી આવતી રસમ મુજબ ખિલાફત આપી અને પોતાના સજ્જાદનશીન અને નાની જમાતના ગાદીપિત અને પોતાને મળેલ રૂહાનિયતનો વારસો પણ બાવાસાહેબે અલી-નવાઝ બાવાસાહેબને અર્પણ કર્યું.
નોંધ: 6
તૈયાર કરનાર હઝરત પીર સય્યદ વિઝારતહુસેન વલ્દ અલીફૈઝુરરહેમાન ઉર્ફે મોમીનશાહ બાવા હીજરી ૧૪૩૪ ઇ.સ. ૨૦૧૩ વિક્રમ સંવત ૨૦૬૯ હઝરત પીર સયદ કાસીમઅલી વલ્દ મીરૂમીંયાંબાવાએ ૧૯૩૪ તથા ૧૯૬૩ માં બનાવેલ પેઢીનામાના આધારે.

(૧) અમીરૂલ મોમેનીન હઝરત અલી (રદી.)
(૨) ઇમામ હુસૈન (રદી.)
(૩) ઇમામ ઝયનુલ આબેદીન (રહે.)
(૪) ઇમામ મુહંમદ બાકર (રહે.)
(૫) ઇમામ ઝફર સાદેક (રહે.)
(૬) હઝરત ઇમામ ઈસ્માઇલ (રહે.)
(૭) હઝરત સૈયદ નુરમોહંમદ (રહે.)
(૮) હઝરત મુહંમદ ઈસ્માઇલ (સાની) (રહે.)
(૯) હઝરત મુહંમદ મન્સુર (રહે.)
(૧૦) હઝરત ગાલેબુદીન (રહે.)
(૧૧) હઝરત અબ્દુલ મજીદ (રહે.)
(૧૨) હઝરત સૈયદ મુસ્તફા (રહે.)
(૧૩) હઝરત અહમદ હાદી (રહે. )
(૧૪) હઝરત સૈયદ હાસીમ (રહે.)
(૧૫) હઝરત સૈયદ ખાલેદ (રહે.)
(૧૬) હઝરત મોમીન શાહ (રહે.)
(૧૭) હઝરત ઈસ્લામુદીન (રહે.)
(૧૮) હઝરત સાલેહુદીન (રહે.)
(૧૯) હઝરત શમ્સુલ હક (રહે.)
(૨૦) હઝરત સૈયદ નસીરૂદ્દીન (રહે.)
(૨૧) હઝરત શહાબુદીન (રહે.)
(૨૨) હઝરત સૈયદ સદરૂદ્દીન (રહે.)
(૨૩) હઝરત સૈયદ કબીરૂદીન (રહે.)
(૨૪) હઝરત રહેમતુલ્લાહ (રહે.)
(૨૫) હઝરત સૈયદ મશાયખ (મોટા) (રહે.)
(૨૬) હઝરત અબુલ હસન (રહે.)
(૨૭) હઝરત ઝૈનુદીન (રહે.)
(૨૮) હઝરત સદરૂદીન (રહે.)
(૨૯) હઝરત મોહંમદ ફાઝીલશાહ (રહે.)
(૩૦) હઝરત પીર મશાયખ ચીશ્તી સાદાતે કડીવાલ (રહે.)
(૩૧) સૈયદ અબ્દુલ્લાહ હુસેની ચિશ્તી (રહે.)
(૩૨) સૈયદ સાદુલ્લા ઉર્ફે મીરબાબા (રહે.)
(૩૩) સૈયદ નઝમુદીન (રહે.)
(૩૪) સૈયદ નિઝામુદ્દીન (રહે.)
(૩૫) સૈયદ અબ્દુલ્લાહ (રહે.)
(૩૬) સૈયદ મીરસાહબ (રહે.) ઉર્ફે મીમીયાં
(૩૭) સૈયદ કાસીમઅલી (રહે.)
(૩૮) સૈયદ અબ્દુલમુત્તલીબ (રહે.)
(૩૯) સૈયદ ખુરશીદહૈદર ઉર્ફે મીરસાહેબ (રહે.)

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!