વાંકાનેર: તાલુકાના ઘીયાવડ ગામના ફુલેશ્વ૨ મહાદેવ મંદીરના મહંત પુજારીને અમદાવાદના ભુવા સહિત ત્રણ શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે…
જાણવા મળ્યા મુજબ ઘીયાવડ ગામે રહી મહંત પુજારી તરીકે કામગીરી કરતા યશગીરી ભરતગીરી ગોસ્વામી જાતે-બાવાજી (ઉ.વ-૨૮) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે પોતે ફુલેશ્વ૨ મહાદેવ મંદીરમાં સેવા પુજા કરે છે, ગઇ તા-૦૧/૧૨/૨૦૨૪ ના રોજ પોતે, એમના પપ્પા ભરતગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી, સેવક આકાશ સતીષ ચંદ્ર ઓઝા, સલીમભાઇ દાઉદભાઈ વડગામા તથા નવઘણભાઈ ભલુભાઈ વીકાણી
એમ બધા ફુલેશ્વર મહાદેવ મંદીરની જગ્યામાં અંદર સુતા હતા દરમ્યાન વહેલી સવારે ત્રણ જણાએ આડેઘડ લાકડાના ધોકા તથા લોખંડના પાઈપથી મારવા લાગેલ, જેમાં ફરિયાદીને અમદાવાદ નિકોલ મામા સરકારના ભુવા બલભદ્રસીંહ ઉર્ફે હકુભાઇ પરમારે લોખંડનો પાઇપ મારેલ અને સેવક આકાશ સતીષચંદ્ર ઓઝાને ધવલ દીપક નિમાવત રહે-ધોરાજી વાળાએ લાકડાના ધોકા વતી માર મારેલ.
નવઘણ ભલુભાઈ વીકાણીને એક અજાણ્યા ઇસમે ધોકો મારેલ અને દેકારો તથા ફરિયાદીના બાપુજી ઉઠી જતા બલભદ્રસીંહ ઉર્ફે હકુભાઇ પરમાર, ધવલ નિમાવત તથા એક અજાણ્યો ઇમસ ત્યાંથી ભાગેલ અને બહાર પડેલ સફેદ કલરની મારૂતી અર્ટીકા કાર નંબર જી.જે.૦૧. ડબલ્યુ.ઈ.૩૧૧૧ માં ભાગી ગયેલ બાદમાં ૧૦૮ એમબ્યુલન્સમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધેલ તથા આકાશને લોહી નીકળતુ હોય માથામાં ટાંકા આપી બંન્નેને રાજકોટ રીફર કરેલ. બાદ ફરિયાદીને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધેલ. સામાપક્ષ વાળા અમારી સાથે સમાધાનમાં પણ નહી આવતા અમારે ફરીયાદ કરવાની ફરજ પડેલ છે…