26 દિકરીઓ પ્રભુતામાં ડગ માંડશે
વહેલા તે પહેલાના ધોરણે નોંધણી શરૂ
રાજકોટ: હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની પાવનધરા ટંકારાના ટોળ-અમરાપર રોડ નદી કાંઠે આશરે નવસો વર્ષ પહેલા કોળી ઠાકોર બાબરીયા કુળના દેવજીદાદા મહાન શુરવીર થઈ ગયા. અહીં તેમની નવસો વર્ષથી ખાંભી છે. સમસ્ત બાબરીયા પરિવારના સુરાપુરાદાદા છે.
આ ભવ્ય ઇતિહાસ ઉજાગર થયા અને બાબરીયા સુરાપુરાધામ તરીકે ઓળખાય તેના માટે આ સ્થળે સમુહલગ્નોત્સવનું અતિ ભવ્યશાહી અને જાજરમાન ઠાઠ-માઠ સાથે તારીખ 10/02/2026 મંગળવાર ના રોજ 26 દિકરીઓના સમુહલગ્ન યોજાશે.
સમસ્ત બાબરીયા પરિવારજનો અને મોરબી જીલ્લા કોળી ઠાકોર ગ્રુપના તમામ કાર્યકરોની મહેનતથી તેમજ દાતાઓના સાથ સહકારથી આ સમુહ લગ્નમાં ભાગ લેનાર નવદંપતિઓને કરિયાવરમાં ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ આપવામાં આવશે.
આ સમુહ લગ્નમાં જોડાનાર વિનામુલ્યે દિકરીઓના લગ્ન કરી આપવામાં આવશે. આ સમુહલગ્નમાં જાનૈયા, માંડવીયા અને જ્ઞાતિજનો માટે ભોજન સમારંભની વ્યવસ્થા રાખેલ છે તેમજ લગ્નગીત, દિકરીઓ માટે શણગારેલ સ્ટેજ લગ્ન મંડપ રાખેલ છે. આ સમુહલગ્નના મુખ્ય આયોજક અને દાતા દિપકભાઈ બાબરીયા છે.
આ સમુહ લગ્નમાં જોડાવા માટે ફોર્મ મેળવવા તેમજ આ સમુહલગ્નમાં સાથ-સહકાર આપવા માટે બાબરીયા સુરાપુરાધામ, ટોળ-અમરાપર, ટંકારા, જી. મોરબી. વહેલા તે પહેલના ઘોરણે ફોર્મ મેળવી શકાશે મો.નં.99249 22724, લેવા વિનંતી. વધુ માહિતી માટે મો.નં.91065 18189 તેમ સમસ્ત બાબરીયા પરિવાર અને મોરબી જીલ્લા કોળી ઠાકોર ગ્રુપની સંયુકત અખબાર યાદીમાં જણાવેલ છે…
