વહેલા તે પહેલા ધોરણે લગ્ન નોધણી ફોર્મ ભરવાના રહેશે
વાંકાનેર: સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્રારા આયોજીત જાજરમાન “દિકરી નું પાનેતર” સર્વ હિન્દુ જ્ઞાતી ચોથો શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરના આંગણે ત્રીજા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સફળતા બાદ આ આયોજન કરવામાં આવ્યું છે…
સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્વારા વાંકાનેર ખાતે અઢારે વરણને સાથે રાખીને “દિકરી નું પાનેતર” ચોથો શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 11/05/2025 ને રવીવારે સાંજે 5:00 કલાકે સર્વે હિન્દુ જ્ઞાતીની દીકરીઓ માટે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે અને આ સમૂહ લગ્નમાં દરેક દિકરીઓને 101 થી વધારે ચીજ વસ્તોઓનો કરિયાવર ભેટ આપવામાં આવશે. જેથી
સર્વ હિન્દુ જ્ઞાતિ જે દિકરીઓ આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા માંગતી હોઈ તેઓએ વહેલા તે પહેલા ધોરણે લગ્ન નોધણી ફોર્મ ભરવાના રહેશે અને વધુ માહિતી માટે સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ કાર્યાલય (હેડ ઓફિસ) ન્યૂ કોમ્પલેક્ષ પહેલા માળે, જ્ઞાનગંગા સ્કૂલ સામે, બસ સ્ટેન્ડ મેઇન રોડ, વાંકાનેર (9173009968) અને (9106518189) તેમજ સાજણ એગ્રો પાડધરા બસ સ્ટેન્ડ પાસે (8849324020) સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યુ છે….