વાંકાનેર: વાંકાનેરના આંગણે આગામી મે માસમાં સર્વજ્ઞાતિ ૧૦૧ દિકરીઓના ત્રીજા સમુહ લગ્નના ભવ્ય આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્વારા તેનું આયોજન થઇ રહ્યું છે. ૧૦૧ દિકરીઓના આ સમુહલગ્નમાં દિકરીઓને કરીયાવરમાં પણ ૧૦૧ વસ્તુઓ આપવામાં આવનાર છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા સતત સતર્ક જોવા મળી રહ્યા છે.
તે અગ્રણીઓ પૈકી ભરતભાઇ હડાણી (મોરબી જીલ્લા પ્રમુખ, અખિલ ભારતીય કોળી સમાજ), સમસ્ત હિન્દુ સેવા ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ જયેશભાઇ સોમાણી, પ્રદેશ ઉપપ્રમુખ જગદીશભાઇ બાંભણીયા ત્થા વાલજીભાઇ ધરજીયા, વાંકાનેર તાલુકા પ્રમુખ (અખિલ ભારતીય કોળી સમાજ).
લગ્ન નોંધણી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હોઇ, તેમાં સહકાર આપવા અપીલ કરાઇ છે. ફોર્મ ભરવા માટેનું સ્થળ, ટેલીફોન એક્ષચેન્જ ઓફીસની બાજુમાં, વાંકાનેર – રાજકોટ રોડ, વાંકાનેર છે. સંપર્ક માટે મો. નં. ૯૧૭૩૦ ૦૯૯૬૮ તથા મો. ૯૬ર૪૯ ૭૦૦પ૪
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો