મહારાષ્ટ્રને બદલે ગુજરાતના વડોદરામાં અને ધોલેરા ખાતે સ્થાપાશે બે મોટા ઉદ્યોગો
તાજેતરમાં ગુરુવારે થયેલી જાહેરાતથી મહારાષ્ટ્રને મોટો ફટકો લાગ્યો છે. જેમાં ટાટા-એરબસ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જેની પાછળ 22,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું હતું તે મહારાષ્ટ્રના બદલે હવે ગુજરાતના વડોદરામાં સ્થાપવામાં આવશે.
મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવેલા પ્રોજેક્ટોની વાત કરીયે તો તેમાં વેદાંત-ફોક્સકોન કંપનીનો પ્રોજેક્ટ પણ સામેલ છે. આશરે 1.54 લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે મહારાષ્ટ્ર રાજ્યના તાલેગાંવ ઔદ્યોગિક વિસ્તારમાં સેમિકન્ડક્ટર ફેબ યુનિટની સ્થાપના થવાની હતી જેના માટે સ્થળ પણ નક્કી થઇ ગયુ હતું. જો કે કોઇ કારણસર કંપનીએ સપ્ટેમ્બરમાં આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના બદલે ગુજરાતના ધોલેરા ખાતે સ્થાપવાનુ નક્કી કર્યું. એક પ્રાથમિક મુજબ આ પ્રોજેક્ટ અને સંલગ્ન નાના ઉદ્યોગો મારફતે રાજ્યમાં લગભગ 1 લાખ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે.
આમ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં બે મોટા એકમોનુ આગમન થયું છે. જે પૈકી એક વડોદરા અને બીજું ધોલેરામાં થયું છે.