ધારાસભ્યશ્રી, પૂર્વ કાઉન્સીલરો, ભાજપ હોદેદારો હાજર રહ્યા
વાંકાનેરના હાર્દસમા માર્કેટ ચોક ખાતે આવેલ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની શ્યામવાડી આધુનિક સુવિધા સાથે રિનોવેશન કર્યા બાદ સમાજના મોભીઓ તથા ધારાસભ્ય જીતુભાઇ સોમાણી સહિત ભાજપ આગેવાનો, હોદેદારોની વિશેષ ઉપસ્થિતિમાં જ્ઞાતિજનો તેમજ અન્ય જ્ઞાતિજનો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.
આ તકે જ્ઞાતિજનોની પ્રેરક ઉપસ્થિતિમાં ગાયત્રી મહાયજ્ઞ તથા જ્ઞાતિ ભોજન (મહાપ્રસાદ) સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જ્ઞાતિના મોભી કાંતિલાલ, પ્રભુદાસભાઇ ચૌહાણ સહિત રાજકોટ, મોરબીથી પણ જ્ઞાતિજનો તેમજ ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, જીલ્લા ભાજપ મહામંત્રી અશ્વિનભાઇ મેઘાણી, પૂર્વ કાઉન્સીલર બ્રિજરાજસિંહ ઝાલા, કીર્તિભાઇ દોશી (ડીયર) સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
જ્ઞાતિજનોને સત્કારવા પ્રમુખ જગદીશભાઇ રામભાઇ પરમાર, ઉપ પ્રમુખશ્રી પરેશભાઇ ભગવાનજીભાઇ ખોલિયા, મંત્રી સોલંકી ચિરાગ કિશોરભાઇ તથા વાડીના અન્ય હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિના વડીલો તથા યુવા ભાઇઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી.